એક લીટર ફ્યૂલમાં 100KM ચાલે છે આ બુલેટ, કારિગરે કરી દેખાડી કમાલ

PC: aajtak.in

લોકો અલગ અલગ પ્રકારના શોખ ધરાવતા હોય છે, કોઈક મોટી મોટી ગાડીઓ ખરીદીને પોતાની ગેરેજમાં રાખે છે, તો વળી કોઈ જાત જાતની બાઇક્સ ખરીદે છે તો કોઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં ઉસ્તાદ હોય છે. કેટલાક લોકો બાઇક્સને મોડીફાઈ કરીને તેનો લુક અજીબોગરીબ કરી દે છે, પરંતુ બિહારના એક કારીગરે એક એવી બાઇક બનાવી છે જેની ચર્ચા ચોતરફ થઈ રહી છે.

બિહારના બક્સરમાં એક બાઇકના કારીગરે એવી બુલેટ બાઇક બનાવી છે જે હવે આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. એ બુલેટને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે એક લીટર ડીઝલમાં તે 100 કિલોમીટર સુધી જાય છે. બાઇકના કારીગરે ગાડીઓના ભંગારમાંથી એવી શાનદાર બુલેટ બાઇક તૈયાર કરી છે જે પોતાની એવરેજ માટે ચર્ચામાં છે. બક્સરના બાઇક કારીગર નજીરે ભંગારમાંથી આ બુલેટ બાઇક તૈયાર કરી છે જે 350 cc ક્ષમતાની છે.

બુલેટ બનાવનારા નજીરે પડકાર આપ્યો છે કે કોઈ તેના દાવાને ખોટો સાબિત નહીં કરી શકે. બુલેટ કારીગર નજીરના જણાવ્યા મુજબ, તેના માટે તેણે ઘણા ભંગારમાં જઈને સામાનને ભેગો કર્યો જેમાં ગાડીઓના ઘણા પાર્ટ્સ સામેલ છે. ત્યારબાદ એક એવી બુલેટ તૈયાર કરી જે તાકતવાન પણ છે અને એવરેજ પણ શાનદાર આપી રહી છે. નજીરના જણાવ્યા મુજબ, તે ડીઝલથી ચાલતી બાઇક છે, જેમાં ચાપાકલથી લઈને સફારી ગાડી સુધીના પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તેમાં લગાવવામાં આવેલા એક મશીનના કારણે તેની એવરેજ 1 લિટરમાં 100 કિલોમીટર સુધી પહોંચી ચૂકી છે. નજીરે જણાવ્યું કે, તે ઘણી વખત તેની એવરેજની ટેસ્ટિંગ પણ કરી ચૂક્યો છે. હાલમાં નજીરના આ કારનામાની ચર્ચા બોક્સર જિલ્લા સહિત તેની આસપાસના વિસ્તારોમાં થવા લાગી છે. ઘણા લોકો આ બુલેટને જોવા માટે આવી રહ્યા છે અને  1 લિટરમાં 100 કિલોમીટરની ટેક્નિકને પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp