53 વર્ષ પહેલા જંગલમાં લાકડા કાપવાના આરોપમાં 7 વૃદ્ધાઓની ધરપકડ,જાણો મામલો

PC: ndtvimg.com

રાજસ્થાનના બૂંદીમાં સાત વૃદ્ધાઓએ પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર કાપવા પડી રહ્યા છે. તેમની ભૂલ એ છે કે, 1971માં એટલે કે 53 વર્ષ પહેલા તેમની સામે જંગલમાંથી લાકડા કાપવાનો આરોપ લગાવી કેસ દાખલ કરવામાં આવ્યો હતો. બૂંદી પોલીસે 53 વર્ષ પછી આ 7 મહિલાઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી છે. આ મહિલાઓ પર આરોપ છે કે 53 વર્ષ પહેલા 1971માં જંગલમાંથી પોતાના ઘરે ભોજન બનાવવા માટે લાકડા કાપ્યા હતા.

જે સાત વૃદ્ધાઓની બુંદી પોલીસે ધરપકડ કરી છે તેમને એ પણ યાદ ન હોય કે તેમણે શું ગુનો કર્યો હશે. પોલીસ અનુસાર, આ 1971નો કેસ છે. ત્યારે આ મહિલાઓ ઘરે રસાઈ બનાવવા માટે લાકડા કાપતા હતા.

મોતી બાઈ નામની મહિલાનું કહેવું છે કે, અમે ઘરે રસાઈ બનાવવા માટે લાકડા કાપતા હતા. અમને નહોતી ખબર કે આના માટે પોલીસ અમને પકડી જશે. કારણ કે લાકડા કાપતા સમયે વન વિભાગના અધિકારી અમારું નામ લખી લેતા હતા અને અમે જતા રહેતા હતા.

આ મહિલાઓ હિંડોલી વન ક્ષેત્રની છે. જ્યારે યુવા હતી તો જંગલમાં જઇ લાકડા કાપતા હતા. ત્યારે આ સામાન્ય વાત હતી. આ મહિલાઓની શોધમાં પોલીસે તત્પરતા દેખાડી. આ દરેકના લગ્ન થઇ ચૂક્યા હતા. માટે આ મહિલાઓને તેમના સાસરેથી શોધીને લાવવામાં આવ્યા. 1971માં હિંડોલી પોલીસે 12 મહિલાઓ સામે કેસ દાખલ કર્યો હતો.

3ના મોત, 2 ફરાર

પોલીસ 53 વર્ષ પછી આ તપાસ પૂરી કરી શકી. તેની વચ્ચે 3 મહિલાઓનું નિધન થઇ ચૂક્યું છે. જ્યારે પોલીસે 7 મહિલાઓની ધરપકડ કરી છે. પોલીસ અનુસાર આ કેસમાં 2 મહિલાઓ હજુ પણ ફરાર છે.

કોર્ટે 500 રૂપિયાના જામીને છોડ્યા

કોર્ટે આ દરેકને 500 રૂપિયાના જામીને છોડ્યા છે. જોકે આ 500 રૂપિયા પણ આ વૃદ્ધ મહિલાઓ માટે વધારે છે. આ મહિલાઓ ગરીબ ઘરોમાંથી આવે છે.

ખરો સવાલ તો એ છે કે, જ્યારે તમામ રીતના વચેટિયાઓ અને વન માફિયા સરકાર અને વન વિભાગના નાક નીચેથી આખેઆખું જંગલ કાપી લઇ જાય છે, ત્યારે આ ગરીબ મહિલાઓ પર પોલીસની નજર શા માટે પડી. આ ન્યાય અન તેની સમજણ બંનેનું એક રીતનું મજાક છે. જોકે, પોલીસ તેની આ કાર્યવાહી માટે પોતાના વખાણ કરી રહી છે.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોએ જણાવ્યું કે 2017 થી 2023ની વચ્ચે રાજસ્થાનમાં 17 લાખ 87 હજારથી વધારે કેસ દાખલ થયા છે. જ્યાં લગભગ 104 દિવસોમાં 1 FIRને સોલ્વ કરવાની સરેરાશ રહી છે. જો બૂંદીના આ કેસને જોઇએ તો 1971નો આ કેસ રાજ્ય પોલીસ 2023માં સોલ્વ કરી રહી છે. એવામાં કદાચ NCRBએ કેસને સોલ્વ કરવાની સરેરાશમાં બદલાવ કરવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp