
નાળામાંથી નોટોના બંડલ મળી આવ્યા હતા. આ પછી આ સમાચાર આખા વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા. સાસારામ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુરાદાબાદ નહેરની વાત છે. આ રૂપિયા અસલી છે કે નકલી, હાલ પોલીસ તેની સાબિતી આપી શકી નથી. નોટોના બંડલ ઉપાડતા લોકોનો વાયરલ થયેલો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.
વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, મોટી સંખ્યામાં લોકો ગટરમાં ઉતરીને નોટોના બંડલ એકઠા કરી રહ્યા છે. જો કે, અમે વાયરલ વીડિયોની ખરાઈ કરી રહ્યાં નથી અને હાલમાં પોલીસ-પ્રશાસન પણ આ વીડિયોને લઈને પુષ્ટિ કરી રહ્યું નથી. પરંતુ કહેવાય છે કે સાસારામ વિસ્તારની સીમા પર આવેલી મુરાદાબાદ નહેરના પાણીમાં 100, 200 અને 500ની નોટોના બંડલ ફેંકવામાં આવ્યા હતા.
લોકોની નજર કેનાલમાં પડેલા પૈસાના બંડલ પર પડતાં જ બાળકો, યુવાનો, મહિલાઓ અને વડીલો એકત્ર થવા લાગ્યા હતા. નોટોના બંડલ ઝડપથી લઇ લેવાની સ્પર્ધા જામી હતી. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે નોટોના આ બંડલ અસલી છે કે નકલી? તેમ છતાં સર્વત્ર ચર્ચા છે કે ચલણી નોટોના વિશાળ બંડલ કેમ નહેરમાં ફેંકવામાં આવ્યા?
રિપોર્ટ અનુસાર કેટલાક લોકો નહેરમાં ન્હાતા હતા ત્યારે તેમણે નોટો વહેતી જોઈ. વહેતી નોટોને પગલે આગળ વધીને જોયું તો, કુરૈચ પુલ નીચે પાણીમાં આવા અનેક બંડલ ફેંકાયા હતા. રોહતાસ પોલીસ-પ્રશાસનનું કહેવું છે કે, પાણીમાં કેટલીક નોટો મળી હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમે ઘટનાસ્થળે જઈને તપાસ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. આ ઘટના શહેરના મુખ્ય માર્ગ પાસેની જણાવવામાં આવી રહી છે. વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવી રહી છે.
જોકે, આ રૂપિયા અસલી છે કે નકલી, હાલ પોલીસ તેની પુષ્ટિ કરી શકી નથી. જો કે સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે આ નોટ અસલી છે, પરંતુ તેઓ આ અંગે ખુલીને વાત કરી રહ્યા નથી. મુફસિલ પોલીસ સ્ટેશનના પ્રમુખ રિઝવાન અહેમદે જણાવ્યું કે, નોટ મળવાની સૂચના પર પોલીસ ઘટનાસ્થળે ગઈ હતી, પરંતુ ત્યાંથી કંઈ મળ્યું ન હતું. કેનાલમાં નોટો મળવાની વાત લોકો કરી રહ્યા છે. વધુ તપાસ ચાલુ છે.
बिहार के सासाराम में एक नहर से नोटों के बंडल मिलने से सनसनी फैल गई। मुरादाबाद नहर में पानी के साथ-साथ नोटों की गड्डियां बहती दिखी। #Bihar #BiharNews #Sasaram @bihar_police pic.twitter.com/MNacrElmg4
— NBT Bihar (@NBTBihar) May 6, 2023
પૈસા લેવા ગયેલા એક ગ્રામીણે જણાવ્યું કે, કપડામાં બંધાયેલ નોટોનું બંડલ 10 રૂપિયાનું હતું. પૈસા જોઈને લાગે છે કે તે ઘણા સમય પહેલા નહેરમાં ફેંકાયા હશે. કેટલાક લોકો કેનાલમાં ન્હાતા હતા તેમણે નોટો વહેતી જોઈ. નોટોની સંખ્યા જોઈને કેટલાક લોકો આગળ ગયા અને જોયું કે કુરૈચ પુલ નીચે પાણીમાં ઘણા બંડલ ફેંકવામાં આવ્યા હતા.
બ્રિજ નીચે નોટોના બંડલ ફેંકાયાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા અને મોટી સંખ્યામાં લોકો પુલ પર એકઠા થઈ ગયા. તેને જોતા જ ડઝનબંધ લોકો કેનાલમાં કૂદી પડ્યા હતા. બંને હાથ વડે નોટો એકઠી કરવા માંડી. કેનાલમાં ઘણી ગંદકી છે, પરંતુ લોકોનું શું, લાલચમાં પૈસા વસૂલવા લાગ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp