CM કહે- બેંકોનો ભરોસો નહીં, જમીનમાં દાટીને રાખો પૈસા, BJPનો પ્રહાર

PC: hindustantimes.com

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન લોકોને બેંકોમાં પૈસા જમા ન કરાવવાની સલાહ આપીને ઘેરાઇ ગયા છે. વિપક્ષી ભારતીય જનતા પાર્ટી (BJP)એ રામબાગ જિલ્લામાં એક ચૂંટણી જનસભા દરમિયાન મુખ્યમંત્રીના નિવેદનને લઇને મોરચો ખોલ્યો હતો. ઝારખંડના ગોડ્ડા લોકસભા સીટ પરથી સાંસદ ડૉક્ટર નિશિકાંત દુબેએ મુખ્યમંત્રીના નિવેદનને મૂર્ખતાપૂર્ણ બતાવતા તેની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, દેશ આખી દુનિયામાં વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સન્માન મેળવી રહ્યો છે. પૈસા પણ સુરક્ષિત છે અને વિકાસ માટે લાગી રહ્યા છે.

તેમણે હેમંત સોરેનના એક-એક આરોપનો જવાબ આપતા એક પત્ર પણ ટ્વીટ કર્યો છે જેમાં મુખ્યમંત્રીના આરોપનો પણ ઉલ્લેખ છે. નિશિકાંત દુબેએ મુખ્યમંત્રી હેમંત સોરેન પર પ્રહાર કરતા કહ્યું કે, એક સંવૈધાનિક પદ પર રહેતા હેમંત સોરેન જનતાને આ પ્રકારના ખોટા પગલાં ઉઠાવવા માટે કહી રહ્યા છે. તે હેમંત સોરેનનો ડર દેખાડે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની લોકપ્રિયતા વધતી જઇ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, મોદી સરકારે ગરીબ, પછાત અને આદિવાસીઓની નાણાકીય સિસ્ટમમાં સમાવેશ કર્યો.

તેમના બેંક ખાતા ખોલાવીને તેમને સાહુકારોથી મુક્તિ અપાવી. નિશિકાંત દુબેએ એમ પણ કહ્યું કે, માત્ર ઝારખંડમાં જ 97 લાખ કરતા વધુ મુદ્રા લોન અને 1 કરોડ 62 લાખથી વધુ જન ધન યોજનાના લાભાર્થી છે. પહેલા મનરેગાના પૈસા કોન્ટ્રક્ટર અને સરકારી તંત્રના લોકો ખાઇ જતા હતા. હવે DBTથી પૈસા સીધા લાભાર્થીના ખાતામાં પહોંચી રહ્યા છે. હેમંતજી શું એવું ઇચ્છે છે કે જનતા ભ્રષ્ટાચારને ગળે લગાવી લે?

ભાજપના નેતા દીપક પ્રકાશે પણ મુખ્યમંત્રી હેમંત સોરેન પર પ્રહાર કર્યો છે. તેમણે પૈસા જમીનમાં ગાડીને રાખવાવાળા નિવેદનને અસંવૈધાનિક ગણાવતા કહ્યું કે, તે ગેરકાયદેસર અને ભ્રષ્ટાચારીઓ, કાળા ધનને પ્રોત્સાહન આપનારું છે. તેમણે મુખ્યમંત્રી હેમંત સોરેનને ટ્વીટ કરીને ઘેર્યા છે. તેમણે કહ્યું કે, પોતાના આ નિવેદનને લઇને જનતા પાસે તાત્કાલિક માફી માગે. મુખ્યમંત્રી હેમંત સોરેને એક દિવસ અગાઉ રામગઢ જિલ્લામાં પેટાચૂંટણીને લઇને એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા ડગમગી ગઇ છે.

બેંકવાળા કાપી રહ્યા છે. અમે શરૂઆતથી જ એમ કહેતા આવ્યા છીએ કે તમે લોકો બેંકમાં પૈસા જમા ન કરો. તેને પ્લાસ્ટિકમાં ભરીને જમીનની અંદર ગાડીને રાખો, પરંતુ બેંકમાં પૈસા જમા ન કરો કેમ કે બેંકવાળો પૈસા લઇને ક્યારે ભાગી જશે, એ તમને ખબર પણ નહીં પડે. તમને કશું જ નહીં મળે. ઓછામાં ઓછા ઘરમાં રાખેલા પૈસા તો તમને મળશે.

ઉલ્લેખનીય છે કે, રામગઢમાં પેટાચૂંટણી થઇ રહી છે અને આજે ત્યાં મતદાન થવાનું છે. ચૂંટણીના છેલ્લા દિવસે એટલે કે 25 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી હેમંત સોરેન UPA ઉમેદવારના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ પર પ્રહાર કર્યો અને બેંકોની હાલત પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp