તોફાની નદીની ધારામાં ફસાઈ બસ, વીડિયોમાં જુઓ લોકો કેવી રીતે બચ્યા

PC: freepressjournal.com

ચોમાસાને લીધે દેશના મોટાભાદના રાજ્યોમાં મૂળધાર વરસાદ વરસી રહ્યો છે. ઘણાં રાજ્યોમાં વરસાદે ઘણી મુસીબત ઊભી કરી છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને પગલે જાનમાલને ભારે નુક્સાની થઇ છે. પાછલા ઘણાં દિવસોથી ઉત્તર પ્રદેશના ઘણાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. બિજનૌરના ઘણાં ગામો પૂરથી પ્રભાવિત છે. ગંગા નદીનું જળસ્તર વધવાથી લોકોના ઘરો ડૂબી રહ્યા છે. તેની વચચ્ચે નઝીબાબાદથી હરિદ્વાર જઈ રહેલી રૂપહડિયા ડિપોની બસ કોટાવાલી નદીમાં ફસાયાની તસવીરો સામે આવી છે.

નદીના પ્રવાહથી બસ ફંસાઈ

બિજનૌરના ભાગૂવાલી કોટાવાલી નદીનું જળસ્તર ખૂબ જ વધી ગયું છે. આ નદી તોફાને ચઢી છે. તેની વચ્ચે નજીબાબાદથી હરિદ્વાર જઇ રહેલી રૂપહિડાય ડિપોની બસ નદીના પ્રવાહમાં ફસાઈ ગઈ. આ બસ 40 મુસાફરો સવાર હતા. નદીમાં બસ ફસાયા પછી મુસાફરોમાં ખૌફ સર્જાયો. નદીના ઝડપી વહેણને લીધે રેસ્ક્યૂ કરવામાં પણ તકલીફ પડી.

નદીમાં ફસાયેલી બસનો વીડિયો જોતા ખૂબ ભયાવહ લાગે છે. JCB મશીન દ્વારા બધા મુસાફરોને પ્રવાહમાં ફસાયેલી બસથી સુરક્ષિત રેસ્ક્યૂ કરવામાં આવ્યા.

બિજનૌરના પહાડો પર સતત થઈ રહેલા વરસાદને લીધે ઉપરથી આવતા પાણીના કારણે ગંગા અને તેની અન્ય સહાયક નદીઓ પર તોફાને છે. જેને લીધે ગંગા નદીના કિનારે વસેલા ગામોમાં હજુ પણ પૂરનું પાણી છે. જેને લીધે લોકોને મુશ્કેલી પડી રહી છે. તો ઘરની સાથે ખેતરો પણ પાણીમાં ગરકાવ છે. અવર-જવર માટે નાવડીઓનો સહારો લેવામાં આવી રહ્યો છે. પશુધનને પણ ઘણુ નુકસાન થયું છે. ગાય ભેંસોને ચારો ખવડાવવાના પણ ફાફા પડી ગયા છે.

ઉત્તર પ્રદેશના 13 જિલ્લાઓ પૂરની માર ઝેલી રહ્યા છે. આંકડાઓ અનુસાર આગરા, અલીગઢ, બિજનૌર, બદાયૂ, ફરુખાબાદ, ફિરોઝાબાદ, ગાઝિયાબાદ, મથુરા, મેરઠ, મુઝફ્ફરનગર, સહારનપુર, શાહજહાપુર અને શામલીના 385 ગામોના 46830 લોકો પ્રભાવિત થયા છે. આ જિલ્લાઓમાં પૂરની સ્થિતિ વધારે ગંભીર થઇ શકે છે. હવામાન વિભાગે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આવનારા અમુક દિવસો સુધી ભારે વરસાદની આગાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp