બસ કંડક્ટરને 8 વર્ષ પછી ન્યાય મળ્યો, માત્ર 7 રૂપિયા માટે નોકરી ગુમાવી હતી

PC: newindianexpress.com

વિચારો કે 7 રૂપિયાની 'બિનહિસાબી' રોકડ શું કરી શકે છે. તમિલનાડુમાં એક બસ કંડક્ટરને તેની બેગમાં રાખેલા વધારાના 7 રૂપિયાનો હિસાબ ન આપવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. હવે 8 વર્ષ પછી રાજ્ય કક્ષાના સરકારી પરિવહન વિભાગના બસ કંડક્ટરને ન્યાય મળ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે આ મામલામાં મોટો ચુકાદો આપતા કહ્યું કે, માત્ર 7 રૂપિયા માટે કંડક્ટરને નોકરીમાંથી કાઢી મુકવો કોર્ટ માટે આઘાતજનક છે.

મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે, કોર્પોરેશન દ્વારા એક કંડક્ટરને એવી રીતે સજા કરવામાં આવી છે કે, તેણે કોર્ટના અંતરાત્માને હચમચાવી નાખ્યું છે. તે કંડક્ટરને ન્યાય આપતાં હાઇકોર્ટે તેને નોકરી પર પુનઃસ્થાપિત કરવા વાહનવ્યવહાર નિગમને છ દિવસનો સમય આપ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે બસ કંડક્ટરને પૂરો પગાર, પેન્ડિંગ ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન વગેરે ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંડક્ટર અય્યાનારે કોર્પોરેશનના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેનો કેસ એડવોકેટ S.L.M. ભારતીએ હાથ ધર્યો હતો. તેણે અય્યાનાર પાસેથી કોઈ ફી પણ લીધી ન હતી. સાથે જ જસ્ટિસ P.B. બાલાજીએ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને ઠપકો આપતા કહ્યું કે, માત્ર 7 રૂપિયા વધુ મળવાથી રેવેન્યુમાં ખોટ આવવાની વાત પાયાવિહોણી છે. જેની કલ્પના પણ કરી શકાતી નથી. તે તેને અપાયેલી સજા સાથે અસંગત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તમિલનાડુ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને કંડક્ટર અય્યનાર પર મહિલા પેસેન્જર પાસેથી પૈસા લેવા છતાં તેને ટિકિટ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે આવકમાં ખોટ ગઈ હતી. જેના પર અય્યાનારના વકીલ ભારતીએ કહ્યું કે, કોર્પોરેશનનો આરોપ ખોટો છે, જે મહિલાનો અહીં ઉલ્લેખ થયો છે તેને અય્યાનારે પાંચ રૂપિયાની ટિકિટ આપી હતી. તે મહિલાને નજીકમાં જ જવાનું હતું, પરંતુ તેણે આપેલી ટિકિટ ગુમાવી દીધી હતી.

વકીલે વધુમાં કહ્યું કે, ચેકિંગ દરમિયાન મહિલાએ કાર્યવાહીથી બચવા માટે કંડક્ટર પર આરોપ લગાવ્યો કે તેને ટિકિટ આપવામાં આવી નથી. આ સિવાય બસમાં હાજર દરેકની પાસે ટિકિટ હતી. જ્યારે, કલેક્શન બેગમાં માત્ર 2 રૂપિયા વધુ હતા, જે એક મુસાફરને પરત કરવાના હતા.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કહ્યું, અય્યનારના વકીલ દ્વારા આપવામાં આવેલી દલીલોથી અમે સંતુષ્ટ છીએ. કોર્પોરેશનને એક સપ્તાહમાં અય્યાનારને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp