ભાવનગરથી મથુરા જતી બસને રાજસ્થાનમાં અકસ્માત 12ના મોત, ટ્રકે કચડી માર્યા

રાજસ્થાન પાસે બુધવારે વહેલી સવારે એક ખાનગી ટ્રાવેલ્સની બસને પાછળથી આવી રહેલી ટ્રક એટલી જોરદાર ભટકાઇ ગઇ હતી કે મૃતદેહો રસ્તા પર વેરણ છેરણ થઇ ગયા હતા. રસ્તા પર ઉભેલી બસને ટ્રકે 30 ફુટ દુર ધકેલી દીધી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે.

ભાવનગરના તળાજાથી મથુરા જતી બસને રાજસ્થાન પાસે અકસ્માત નડયો છે અને તેમાં 12 લોકોના મોત થયા છે. અકસ્માતની કરુણાંતિકા એવી છે કે બસમાં ડીઝલની ફાટેલી પાઇપને જોવા માટે મુસાફરો નીચે ઉતર્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવેલી કારે 12 લોકોને કચડી માર્યા અને બસનો પણ કચ્ચરઘાણ વાળી દીધો હતો. ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. હજુ 20 ઓગસ્ટે ઉત્તરાખંડની યાત્રા કરવા ગયેલા ભાવનગરના 7 લોકોના મોત થયા હતા.

ભાવનગરથી ઉપડેલી એક ખાનગી બસ મથુરા જવા નિકળી હતી અને મથુરા પહોંચવામાં એક કલાકની જ વાર હતી, પરંતુ રાજસ્થાનના હંતરા ગામ પાસે બસમાં ખામી ઉભી થતા બસને ઉભી રાખવામાં આવી હતી. બસની ડીઝલની પાઇપ ફાટી હોવાનું જાણ થતા મુસાફરો જોવા માટે નીચે ઉતર્યા હતા, પરંતુ તેમને શું ખબર કે તેમનું બસમાંથી નીચે ઉતરવું અંતિમ પડાવ હશે.

મુસાફરો બસ પાસે ઉભા હતા ત્યારે રાતના અંધારમાં પુરઝડપે આવેલી એક ટ્રકે બસનો કચ્ચરઘાણ વાળી દીધો હતો અને તેમાં 12 લોકોના મોત થયા હતા.

જાણવા મળેલી માહિતી મુજબ ટ્રકની સ્પીડ એટલી વધારે હતી કે તેણે બસને 30 ફુટ જેટલી આગળ ધકેલી દીધી હતી. અચાનક બસમાં ઉથપલપાથલ મચી જતા સુતેલા લોકો જાગી ગયા હતા અને ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ ઘટના વહેલી સવારે 4 વાગ્યે બની છે.

મોતને ભેટેલા 12 લોકોમાંથી 7 પુરુષો અને 5 મહિલાઓ હતી.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે રાજસ્થાનમાં થયેલ માર્ગ અકસ્માતની કરુણ ઘટનામાં ગુજરાતના જે યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે પ્રત્યેકના પરિવારજનને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય ગુજરાત સરકાર કરશે. દુ:ખની આ ઘડીમાં રાજ્ય સરકાર મૃતકો અને ઇજાગ્રસ્ત યાત્રિકોના સ્વજનોની પડખે છે

મૃતકોની યાદીઃ અન્નુભાઈ ગ્યાની (55 વર્ષ), નંદરામભાઈ ગ્યાની (68 વર્ષ), લલ્લુભાઇ ગ્યાની, ભરતભાઇ ભીખાભાઇ, લાલજીભાઇ મનજીભાઇ, અંબાબેન ઝીણાભાઇ, કામ્વૂબેન પોપટભાઇ, રામૂ બેન ઉદાભાઇ, મધુબેન, અરવિન્દ ભાઇ દાગી, અંજૂબેન થાપાભાઇ, મધૂબેન લાલજીભાઇ

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.