એક મોટર અને ચાર બેટરી લગાવી પેટ્રોલથી ચાલતી સ્પ્લેન્ડરને ઇલેક્ટ્રિક બનાવી

PC: thelallantop.com

જુગાડ કરવામાં ભારતીયોનો કોઇ જવાબ જ નથી. ઓછા સંસાધનો અને ઓછી લાગતના કારણે લોકો ઘરમાં જ જોરદાર જુગાડ કરી લેતા હોય છે. ખાસ કરીને ગાડીઓ મોડિફાઇ કરવાનો શોખ રાખનારા લોકો પોતાના માટે કંઇકને કંઇક જુગાડ કરી જ લેતા હોય છે. તેનાથી જોડાયેલા કેટલાક લોકોના વીડિયોઝ અને તસવીરો સામે આવતી જ રહે છે. હાલમાં જ અમે તમને એક જુગાડ બતાવ્યો હતો કે કેવી રીતે એક વ્યક્તિએ પોતાની કારને જ ચાલતી ફરતી ગુમટી બનાવી દીધી હતી. તેનો ફોટો પણ ઘણી વખત જોવા મળ્યો હતો. આવા જ એક જુગાડનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં એક વ્યક્તિએ પોતાની સ્લેન્ડર બાઇકને ઇ બાઇક બનાવી દીધી છે. પેટ્રોલ દ્વારા ચાલતી આ બાઇકને વિજળીથી ચાલતી બાઇક બનાવી દીધી છે. વ્યક્તિએ આ બાઇકમાં મોટર લગાવી દીધી છે અને 4 મોટી બેટરી ફિટ કરી દીધી છે. તેનો વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. ઇન્ટાગ્રામ પર આ વીડિયોને લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. પહેલા તમે પણ આ વાયરલ વીડિયો જોઇ જ લો.

 
 
 
View this post on Instagram

A post shared by Punjab_VIBE :1313 (@punjab_vibe_1313)

આ વીડિયો પર લોકોના અલગ અલગ પ્રકારના રિએક્શન આવી રહ્યા છે અને લોકો પોત પોતાના મંતવ્યોને કોમેન્ટ બોક્સમાં લખી રહ્યા છે. કોઇ કહી રહ્યું છે કે, આ એક યુનિક જુગાડ છે, તો કોઇ કહી રહ્યું છે કે આ પૈસાની બરબાદી છે. કોઇ લખી રહ્યું છે કે, આ ટેક્નિક દેશની બહાર ન જવી જોઇએ. તો કોઇ કહી રહ્યું છે કે, ચાર બેટરીની કિંમત જ 15000 રૂપિયા થઇ ગઇ છે. લાઇફ પણ ઓછી જ રહેશે. એક જણે લખ્યું છે કે, જો બાઇક ચોરી થઇ ગઇ તો બાઇક કરતા તો વધારે નુકસાન બેટરીનું થઇ જશે.

કોઇ લખી રહ્યું છે કે, જો કંપની આ જુગાડને જોઇ લેશે તો માથું પકડી લેશે. કુલ મળીને લોકોને આ મોડિફિકેશન અજબ ગજબ લાગી રહ્યું છે અને તેઓ તેના પર અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ જ રીતે ઘણા બધા લોકો પોતાની પેટ્રોલ બાઇકને ઇલેક્ટ્રિક બાઇકમાં ફેરવી રહ્યા છે. અગાઉ પણ એક વ્યક્તિએ પોતાની સ્પ્લેન્ડર બાઇકને મોટર અને બેટરી લગાવીને ઇલેક્ટ્રિક બાઇક બનાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp