કેબિનેટે નવા EVM ખરીદવાની મંજૂરી આપી, આ બે કંપનીઓ પાસે ખરીદાશે નવા EVM

PC: en.wikipedia.org

સરકારે નવા EVM એટલે કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ખરીદવાની મંજૂરી આપી દીધી છે. એક મીડિયા રિપોર્ટ દ્વારા આ જાણકારી મળી છે. આજે કેબિનેટની બેઠક થઇ હતી જેમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી અને તેને મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રો દ્વારા જાણકારી મળી કે, આ બેઠકમાં કેબિનેટે નવા EVM મશીન ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. નવા EVM ખરીદવાની સાથે જ કેબિનેટ VV PATsને અપગ્રેડ કરવાની પણ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે, કેબિનેટ BEL અને ECIL કંપનીઓ પાસે આ નવા EVM ખરીદવા માટે મંજૂરી મળી છે.

લક્ષમણ રોયે કહ્યું કે, આ વિશે સરકારે કોઇ ઔપચારિક જાણકારી નથી આપી. પણ સૂત્રોએ કહ્યું કે, EVM ખરીદીને મંજૂરી આપવામાં આવી છે. સરકારે કુલ 1335 કરોડ રૂપિયામાં EVM ખરીદી માટે મંજૂરી આપવામાં આવી છે. તે સિવાય જે VV PATs છે, તેને પણ અપગ્રેડ કરવામાં આવશે. લક્ષમણે રોયે કહ્યું કે, EVM બે કંપનીઓ પાસે ખરીદવામાં આવશે. તેમાં પહેલી કંપનીનું નામ ભારત ઇલેક્ટ્રોનિક લિમિડેટ છે. તે સિવાય EVM ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પાસે ખરીદવામાં આવશે. આ બન્ને જ કંપનીઓ પાસેથી EVM ખરીદીને સરકારની મંજૂરી મળી ગઇ છે.

તે સિવાય VV PATsને અપગ્રેડ કરવા માટેની મંજૂરી પણ કેબીનેટ પાસેથી મળી ગઇ છે. તેના હેઠળ આ VV PATsને M2 અને M3 લેવલમાં અપગ્રેડ કરવામાં આવશે. તેથી જોવા જઇએ તો ગામી વિધાનસભા ચૂંટણીઓના શિડ્યુલને જોતા સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. આજે એટલે કે, 18મી જાન્યુઆરી, 2023ના રોજ બપોરે 1.45 વાગે NSE પર BELનો શેર 0.10 ટકા કે, 0.10 પોઇન્ટ તુટીને 102.80ના સ્તર પર કારોબાર કરતો નજરે પડશે. તેનો 52 વીકનું હાઇ લેવલ 114.65 રૂપિયા છે અને 52 વીકનું લો લેવલ 62.33 રૂપિયા રહ્યું છે. આજે ઇન્ટ્રા ડે સેશનમાં આ શેરનો હાઇ 104 રૂપિયા હતો અને આજનો ડે લો 102.10 રૂપિયાનો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp