- National
- કટ્ટર ઇમાનદાર કેજરીવાલ બંગલા પર કરાવેલા રૂ. 53 કરોડના ખર્ચમાં ભેરવાઇ ગયા
કટ્ટર ઇમાનદાર કેજરીવાલ બંગલા પર કરાવેલા રૂ. 53 કરોડના ખર્ચમાં ભેરવાઇ ગયા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર બંગલાના રીનોવેશનનું હવે CAG ઓડિટ થશે. આ ઓડિટમાં સરકારી બંગલાના રીનોવેશનમાં થયેલી અનિયમિતતાઓ અને ઉલ્લંઘનોની વિશેષ તપાસ થશે. ભારતના નિયંત્રણ અને મહાલેખા પરીક્ષક (CAG) દિલ્હીના 6, ફ્લેગ સ્ટાફ રોડ સિવિલ લાઇન્સ સ્થિત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર આવાસના રીનોવેશનમાં પ્રશાસનિક અને નાણાકીય અનિયમિતતાઓનું વિશેષ ઓડિટ કરશે. આ પગલું કેન્દ્ર દ્વારા આ સંબંધનમાં CAGને કરવામાં આવેલા અનુરોધ બાદ ઉઠાવવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલયે આ કાર્યવાહી ઉપરાજ્યપાલ ઓફિસની 24 મે 2023ની ભલામણ બાદ કરી છે. 24 મેના રોજ ઉપરાજ્યપાલ ઓફિસે અરવિંદ કેજરીવાલના સરકારી બંગલામાં રીનોવેશનના ખર્ચો સાથે જોડાયેલા મામલાને લઈને CAG દ્વારા વિશેષ ઓડિટની ભલામણ કરી હતી. જેમાં મુખ્યમંત્રીના નામ પર સત્તાવાર આવાસના રીનોવેશનમાં નાણાકીય અનિયમિતતાઓની વાત કહી હતી. ઉપરાજ્યપાલે પોતાના પત્રમાં લખ્યું હતું કે, સરકારી બંગલામાં રીનોવેશનના નામ પર ઘણા બધા પૈસા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ બધુ એ સમયે કરવામાં આવી રહ્યું હતું, જ્યારે દેશમાં કોરોના મહામારી પોતાના ચરમ પર હતી.

કોરોનાના મુશ્કેલ સમયમાં પણ દિલ્હીના મુખ્યમંત્રી પોતાના ઘરને સંવારવામાં લાગ્યા હતા. ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ લોકનિર્માણ વિભાગના પ્રભારી મંત્રીની મિલીભાગતથી મુખ્યમંત્રી આવાસના રીનોવેશનના નામ પર કરવામાં આવેલા ખર્ચાઓ પર સવાલ ઊભા કર્યા હતા. મુખ્ય સચિવના રિપોર્ટ મુજબ, રીનોવેશનના નામ પર એક નવી ઇમારતનું પુનર્નિર્માણ PWDએ કર્યું. નિર્માણ શરૂ કરવા અગાઉ PDW દ્વારા સંપત્તિના સ્વામિત્વની જાણકારી મેળવવામાં ન આવી. શરૂઆતી પ્રસ્તાવ મુખ્યમંત્રીના અવાસમાં વધારાનું આવાસ પ્રદાન કરવાનો હતો.
જો કે, હાલના ભવનને ધ્વસ્ત કર્યા બાદ પૂરી રીતે નવા નિર્માણના પ્રસ્તાવને મંત્રી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી. આ રીનોવેશનનો શરૂઆતી ખર્ચ 15-20 કરોડ રૂપિયા હતી. જો કે તેને સમય સમય પર વધારવામાં આવ્યો હતો અને રિપોર્ટ મુજબ, અત્યાર સુધી 52,71,24,570 રૂપિયા (લગભગ 53 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યા, જે શરૂઆતી અનુમાનથી 3 ગણા વધારે છે. એ સિવાય રેકોર્ડથી ખબર પડે છે કે મુખ્ય સચિવ (PWD)ના અપ્રુવલથી બચવા માટે 10 કરોડ રૂપિયાથી ઓછી રકમની વિભાજિત મંજૂરીને ઘણી વખત લેવામાં આવી. એ સિવાય MPD-2021નું ઘોર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

MPD-2021 ભૂમિ પુનર્વિકાસના કેસો સાથે જોડાયેલો કાયદો છે. દિલ્હી વૃક્ષ સંરક્ષણ અધિનિયમ 1994 મુજબ, 10 કરતા વધુ વૃક્ષો કાપવા માટે ઉચ્ચ અધિકારીની મંજૂરીની જરૂરિયાત હોય છે. તો તેનાથી બચવા માટે કેજરીવાલ સરકારે 5 વખત અલગ અલગ મંજૂરી આપી. વૃક્ષોને 5 વખત કાપવામાં આવ્યા. સૌથી પહેલા 9 વૃક્ષ, પછી ક્રમશઃ 2, 6, 6 અને અંતે 5 વૃક્ષોને કાપવાની મંજૂરી આપવામાં આવી. એમ કરીને કુલ 28 વૃક્ષ કાપવામાં આવ્યા. પર્યાવરણ કાયદાઓનું ઉલ્લંઘન સાથે સંબંધિત આ કેસ NGT સમક્ષ OA 334/2023માં પણ પેન્ડિંગ છે.

