હાઇ કોર્ટે મમતા સરકારને ફટકાર્યો 50 લાખ રૂપિયાનો દંડ, આપી આ વોર્નિંગ

PC: calcuttahighcourt.gov.in

કોલકાતા હાઇકોર્ટ દ્વારા અવમાનનાના કેસમાં શુક્રવારે પશ્ચિમ બંગાળ સરકારને 50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાયની એકલ પીઠે આદેશનું પાલન ન કરવા પર આ દંડ ફટકાર્યો છે. જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાએ રાજ્ય સરકારને આગામી બે અઠવાડિયાની અંદર કોલકાતા હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયમાં દંડની રકમ જમા કરાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

કોર્ટે પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારા જિલ્લામાં એક સહકારી સમિતિ દ્વારા મની લોન્ડ્રિંગના એક કેસની તપાસ સંબંધિત દસ્તાવેજ CBIને સોંપવાના નિર્દેશ આપ્યા હતા, પરંતુ રાજ્યની CIDએ અત્યાર સુધી આદેશ પર અમલ કર્યો નથી. કોર્ટે CIDને તપાસ સંબંધિત બધા દસ્તાવેજ અને કાગળ 18 સપ્ટેમ્બર સુધી CBIને સોંપવાના નિર્દેશ પણ આપ્યા છે. તેમણે એવી ચેતવણી પણ આપી કે જો આ વખત તેમના આદેશને લાગૂ ન કરવામાં આવ્યો તો તે રાજ્યના મુખ્ય સચિવને કોર્ટમાં બોલાવશે.

જસ્ટિસ ગંગોપાધ્યાએ કહ્યું કે, CBI ઘણા સમયથી આ કેસ બાબતે તપાસ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી એ ખબર પડી શકી નથી કે ગરબડી પાછળ કયા લોકો છે, પરંતુ મને ખબર છે એવું કોણે કર્યું. તમે ગરીબના પૈસા પર મોજ કરી રહ્યા છો. જે લોકો પહેલા સાઇકલ પર ફરતા હતા, તેઓ હવે ફોર વ્હીલર ખરીદી રહ્યા છે. કોલકાતા હાઇ કોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચે આ વર્ષે 25 ઑગસ્ટના રોજ અલીપુરદ્વારમાં રોકડ-ઉદ્ધાર આપનારી સહકારી સમિતિ દ્વારા મની લોન્ડ્રિંગના આરોપો પર CBI તપાસનો આદેશ આપ્યો.

આ આદેશમાં સર્કિટ બેન્ચમાં કલ્પના દાસ સરકાર દ્વારા દાખલ એક અરજી પર આધારિત હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે સહકારી સમિતિએ પહેલા રોકાણકારો પાસે બજારથી મોટી માત્રામાં જમા રકમ એકત્ર કરી અને તેની સાથે જોડાયેલા લોકોને લોનના રૂપમાં પૈસા વિતરિત કર્યા. ઘણો સમય વીતી ગયા બાદ પણ લોન ન લોટાવવા છતા સહકારી સમિતિના અધિકારીઓ દ્વારા લોન વસૂલી માટે તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી.

આ કેસને પશ્ચિમ બંગાળ પોલીસની CID દ્વારા તપાસ માટે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તપાસ પ્રક્રિયામાં કોઈ પ્રગતિ ન થઈ શકી. એટલે અરજીકર્તાએ કેસમાં કેન્દ્રીય એજન્સી પાસે તપાસની માગ કરતા સર્કિટ બેંચનો દરવાજો ખખડાવ્યો. જો કે, આદેશનું પાલન કરવાની જગ્યાએ CIDએ જલપાઈગુડી સર્કિટ પીઠ દ્વારા પહેલાના આદેશ પર પુનર્વિચાર માટે જસ્ટિસ ગંગોપાધ્યાયની પીઠ સાથે સંપર્ક કર્યો. શુક્રવારે CIDની આ અરજી ફગાવી દેવામાં આવી. અનુમાન મુજબ, આ કેસમાં કુલ ફંડ ગોબાચારી લગભગ 50 કરોડ રૂપિયાની છે જે 21,163 રોકાણકારોને છેતરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp