હરિયાણાના IAS અનીતા યાદવને ફોન આવ્યો,5 કરોડ આપો, કૌભાંડમાં ક્લીનચીટ મેળવો

PC: thelallantop.com

હરિયાણાના ગુરુગ્રામમાં એક વ્યક્તિએ IAS ઓફિસર અનિતા યાદવને ફોન કરીને 5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ સાથે વ્યક્તિએ એમ પણ કહ્યું કે તે તેમને કરોડો રૂપિયાના કૌભાંડની તપાસમાં ક્લીનચીટ અપાવશે, નેતાજીએ કહ્યું છે. IAS અધિકારીની ફરિયાદ પર ગુરુગ્રામના સેક્ટર-50 પોલીસ સ્ટેશનમાં ફોન કરનાર વિરુદ્ધ ધમકીનો કેસ નોંધવામાં આવ્યો છે. અનિતા યાદવ જ્યારે ફરિદાબાદ પાલિકામાં કમિશ્નર હતા ત્યારે કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હતું અને અને આ મામલામાં તેમની પુછપરછ થઇ હતી. આ કેસમાં નામ હટાવવા માટે અનિતા યાદવ પાસે ફોન પર લાંચ માંગવામાં આવી હતી.

ગુરુગ્રામમાં રહેતી IAS અનિતા યાદવે જણાવ્યું કે, 3 માર્ચે તેમને ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાનો પરિચય ઋષિ તરીકે આપ્યો અને કહ્યું કે તેનું નામ કૌભાંડમાંથી બહાર કાઢવા માટે રૂપિયા 5 કરોડ ચૂકવવા પડશે. ફરી 4 માર્ચે એ જ વ્યક્તિએ ફોન કરીને કહ્યું કે એક રાજકારણીએ તમારો સંપર્ક કરવા સૂચના આપી છે.

અનિતા યાદવે કહ્યું કે ફોન કરનારે ધમકી આપી હતી કે જો તમે પૈસા નહીં આપો તો પરિણામ તમને જ ભોગવવા પડશે. IASએ કહ્યું કે તેઓએ બંને કોલ રેકોર્ડ કર્યા છે. તેમની પાસે ઓડિયો છે. IASએ માંગ કરી છે કે તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે.

થોડા સમય પહેલા ફરીદાબાદ ગુરુગ્રામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લગભગ 100 કરોડ રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. એક પણ કોન્ટ્રાક્ટરને કોઈ કામ કર્યા વિના કરોડો રૂપિયા છૂટા કરી દેવાનો મામલો સામે આવ્યો હતો. આમાં ઘણા અધિકારીઓની ભૂમિકા પણ બહાર આવી હતી. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) આ મામલાની તપાસ કરી રહી છે. મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી છે.

IAS અનિતા યાદવ ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રહી ચૂક્યા છે. ગયા અઠવાડિયે જ હરિયાણા સરકારે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને 2 મહિલા IAS અધિકારીઓ સહિત 7 અધિકારીઓની પૂછપરછ કરવાની મંજૂરી એક સપ્તાહ અગાઉ આપી હતી. આમાં IAS અનિતા યાદવનું નામ પણ સામેલ છે.

જો કે  IAS  અનિતા યાદવ દ્રારા આ તપાસ સામે હાઈકોર્ટમાં પડકાર પણ આપવામાં આવ્યો હતો. અનીતા યાદવે કહ્યું કે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને તેની સામે તપાસ કરવાનો અધિકાર છે. અનિતાના કહેવા પ્રમાણે, પોલીસ અધિકારીઓ તપાસ કરી શકે છે, પૂછપરછ નહીં. હવે તેમણે દાવો કર્યો છે કે આ મામલે તેની પાસેથી ધમકી આપીને કરોડો રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp