'અતિક-અશરફને ઉપર પહોંચાડવામાં BJPની સિદ્ધિ' કહીને BJPના MLAએ વોટ માગ્યા

પોલીસ કસ્ટડીમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પર BJPએ અત્યાર સુધી મૌન ધારણ કર્યું હતું, પરંતુ હવે BJPએ નગરપાલિકા ચૂંટણી પ્રચારમાં તેની સિદ્ધિઓ કહેવાનું શરૂ કર્યું છે. સહારનપુરના BJPના ધારાસભ્ય રાજીવ ગુમ્બરે અતીક અને અશરફની હત્યાને BJPની સિદ્ધિ ગણાવી હતી.

એક કાર્યક્રમમાં બોલતા BJPના ધારાસભ્ય રાજીવ ગુંબરે કહ્યું કે, માફિયાઓ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું કે નહીં..., અતીકને ઉપર પહોંચાડવામાં આવ્યો કે નહીં..., અશરફને પણ ઉપર પહોંચાડવામાં આવ્યો કે નહીં..., તો આવી રીતે સહારનપુરમાંથી પણ ગુંડાઓને બહાર કાઢવા જોઈએ. જો તેવું કરવું હોય તો, ડૉ. અજય સિંહને જીતાડવા જરૂરી છે., આવું કહેતાંની સાથે જ ત્યાં હાજર લોકોએ તેમના આ નિવેદન પર ખુબ તાળીઓ પાડી હતી.

સહરાનપુરમાં બુધવારે એટલે કે ગઈકાલે બપોરે BJPના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે BJPના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ધારાસભ્ય રાજીવ ગુમ્બરે રાજ્યના વિકાસ કાર્યો અને સિદ્ધિઓની સાથે માફિયાઓને ઉપર પહોંચાડવા માટે પણ રાજ્યની યોગી સરકારની સિદ્ધિઓ હોવાનો સીધો ઉલ્લેખ કર્યો હતો.

આના પરથી એવું લાગે છે કે, BJP અતીક અને અશરફ હત્યા કેસને પોતાની સિદ્ધિ તરીકે અને ચૂંટણીના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. સહારનપુર શહેરના ધારાસભ્ય રાજીવ ગુમ્બરનું અતીક અને અશરફ હત્યા કેસ પર નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

બીજી તરફ UP સરકારના મંત્રી કુંવર બ્રિજેશ સિંહે કહ્યું, 'જે લોકો અતીક-અશરફની હત્યાની CBI તપાસની માંગ કરી રહ્યા છે, તેઓને મારી વિનંતી છે કે તપાસની માંગ કરનારાઓની પહેલા CBI તપાસ થવી જોઈએ... કયા લોકોના પક્ષ દ્વારા, કયા લોકોના પરિવાર દ્વારા તે માફિયાઓનો વિકાસ થયો હતો.'

UP સરકારના મંત્રી કુંવર બ્રિજેશ સિંહે કહ્યું, 'અમે કોઈપણ પ્રકારની તપાસથી ડરતા નથી. માનનીય CM યોગી આદિત્યનાથે તાત્કાલિક આ ઘટનાની ગંભીર નોંધ લીધી અને ન્યાયિક પંચની રચના કરી. તેનો વિગતવાર અહેવાલ આવ્યા બાદ, તેના પર વ્યાપક ચર્ચા થશે, તેના આધારે જે કોઈ પણ દોષી હશે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.'

About The Author

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.