રાહુલ ગાંધીને RSS સામે બહુ મોટો વાંધો છે, એવું આપ્યું નિવેદન કે બધા ચોંકી ગયા

PC: mid-day.com

રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને લઇને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભારત જો યાત્રા દરમિયાન પંજાબના હોશિયારપુર પહોંચેલા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભલે તેનું ગળું કાપી દો, પરંતુ RSS ઓફિસ નહીં જઇ શકે. રાહુલ ગાંધીના પિતરાઇ ભાઇ વરુણ ગાંધીને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમણે આ નિવેદન આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, મારી વિચારધારા વરુણની વિચારધારા સાથે મળતી નથી. તેમણે RSSની વિચારધારા અપનાવી છે. મારું ગળું કાપી દો, પરંતુ RSS ઓફિસ ક્યારેય નહીં જઇ શકું,

રાહુલ ગાંધીએ કહ્યું કે, વરુણ ગાંધી ભારતીય જનતા પાર્ટી (BJP)માં છે, જો તેઓ ત્યાંથી અહીં આવે તો તેને પરેશાની થઇ શકે છે. મારી વિચારધારા તેમની વિચારધારા સાથે મળતી નથી. હું RSS સાથે નહીં જઇ શકું, તે પહેલા મારું માથું કલમ કરવું પડશે. મારા પરિવારની એક વિચારધારા છે. વરુણ ગાંધીએ બીજી વિચારધારા અપનાવી છે અને હું આ વિચારધારાને સ્વીકારી નહીં શકું. ભાજપ નેતા અને પોતાના પિતરાઇ ભાઇ વરુણ ગાંધીના કોંગ્રેસમાં સામેલ થવા અટકળો વચ્ચે રાહુલ ગાંધીએ સંઘની વિચારધારાથી પોતાનો ટકરાવ સ્પષ્ટ કરી દીધો.

તેમણે સ્પષ્ટ કહ્યું કે, તેમની વિચારધારા RSS સાથે મળતી નથી.

કેરળના વાયનાદથી સાંસદ રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, વરુણે કોઇ સમય, કદાચ આજે પણ એ વિચારધારાને સ્વીકારી અને તેને પોતાની બનાવી લીધી. હું એ વસ્તુને સ્વીકારી નહીં શકું. તેમણે કહ્યું કે, તેમને RSS કાર્યાલયમાં પ્રવેશવા પહેલા માથું કલમ કરવું પડશે. હોશિયારપૂર મીડિયા બ્રીફિંગ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, વરુણ ગાંધી ભાજપમાં છે અને જો તે કોંગ્રેસમાં આવે છે તો તેમને મુશ્કેલ થઇ શકે છે.

તેમણે આગળ કહ્યું કે, તેમાં કોઇ શંકા નથી કે તેમને મળીને ગળે લગાવી શકું છું, પરંતુ એ વિચારધારાને સ્વીકારી નહીં શકું. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાના પંજાબ ચરણ દરમિયાન કહ્યું કે, આ યાત્રાનું ઉદ્દેશ્ય ધૃણા અને વિભાજનની રાજનીતિ સમાપ્ત કરવાનું છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે બેરોજગારી અને મોંઘવારી જેવા મુદાઓથી ભાજપને મોટો ઝટકો લાગશે. તેમને કહ્યું કે, એ પૂરી રીતે સ્પષ્ટ છે કે આર્થિક સંકટ, બેરોજગારી અને મોંઘવારીથી ભાજપને ભારે નુકસાન થશે. લોકોમાં ભાજપ વિરુદ્ધ ભારે ગુસ્સો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp