વિશ્વના સૌથી ઊંચા યુદ્ધ ક્ષેત્ર પર તહેનાતી મેળવી કેપ્ટન શિવાએ રચ્યો ઇતિહાસ

PC: ndtv.com

આજના સમયમાં મહિલાઓ કોઇ પણ ક્ષેત્રમાં પુરૂષોથી પાછળ નથી. ત્યાં સુધી કે, દેશની રક્ષામાં પણ મહિલાઓ આગળ વધીને હિસ્સો લઇ રહી છે અને દેશની સેવા કરી રહી છે. આ રીતે કેપ્ટન શિવા ચૌહાણ પણ જેણે પોતાના કારનામાથી ઇતિહાસ રચ્યો છે. ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સ અધિકારી કેપ્ટન શિવા ચૌહાણ સિયાચીન ગ્લેશિયર પર કુમાર પોસ્ટના સૌથી ઊંચા યુદ્ધના મેદાનમાં સક્રિય રૂપે તહેનાત થનારા પહેલા મહિલા અધિકારી બની ગયા છે.

ભારતીય સૈનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના આધિકારિક ટ્વીટર હેન્ડલથી કરવામાં આવેલી ટ્વીટમાં કહેવાયું છે કે, ફાયર એન્ડ ફ્યુરી સેપર્સના કેપ્ટન શિવા ચૌહાણ વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર કુમાર પોસ્ટમાં સક્રિય રૂપે તહેનાત થનારા પહેલા મહિલા અધાકારી બની ગયા છે. કુમાર પોસ્ટમાં પોસ્ટિંગ પહેલા શિવાએ કઠિન પ્રશિક્ષણથી પસાર થવું પડ્યું હતું.

સિયાચીન ગ્લેશિયર ધરતી પર સૌથી ઊંચું યુદ્ધ મેદાન છે, જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 1984થી થોડા થોડા સમયના અંતરે લડાઇ થયા જ કરે છે. સપ્ટેમ્બર, 2021માં સિયાચીન ગ્લેશિયર પર વિશેષ રૂપે વિકલાંગ આઠ લોકોની એક ટીમે 15632 ફૂટની ઊંચાઇ પર સ્થિત કુમાર પોસ્ટ પહોંચીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ તરફથી બે તસવીરોને પણ પોસ્ટ કરવામાં આવી છે. જેમાં એક તસવીરમાં શિવા ચૌહાણ ઊભેલા નજરે પડી રહ્યા છે અને બીજી તસવીરમાં તેઓ પોતાના બાકીના અધિકારીઓ સાથે ફોટો શેર કરી રહ્યા છે. ગ્રુપની તસવીરની પાછળ ભારતનો તિરંગો ઝંડો પણ નજરે પડી રહ્યો છે. તસવીરમાં ચારે બાજુ બરફ જ બરફ નજરે પડી રહ્યો છે. સિયાચીન ગ્લેશિયર બેટલ ફીલ્ડનું તાપમાન શિયાળામાં લગભગ માઇનસ 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ નીચે પડી જાય છે. આ પ્રકારની હાડ થિજાવતી ઠંડીમાં પણ ભારતના સૈનિકો દેશની રક્ષા કરવા માટે 24 કલાક તહેનાત રહે છે અને દેશની રક્ષા કરવા માટે અડગ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp