એક્સપ્રેસ-વે પર ભીષણ અકસ્માત, કાર સવાર નેતાની માતા-પિતા અને દીકરા સાથે મોત

આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર કન્નોજમાં સોમવારે બપોરે કાર ડિવાઈડરથી ટકરાવાથી 4 લોકોના મોત થઈ ગયા. અકસ્માતમાં કારમાં સવાર સમાજવાદી પાર્ટી (SP) નેતા રાહુલ સવિતા સાથે જ તેમના માતા-પિતા અને દીકરાનું મોત થઈ ગયું. ભાઈ-બહેન અને પત્ની ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે. તેમને રાજકીય મેડિકલ કોલેજ મોકલવામાં આવ્યા. સ્થિતિમાં સુધાર ન થતા પછીથી ત્રણેયને કાનપુર રેફર કરી દેવામાં આવ્યા.
ઓરૈયા જિલ્લામાં એરવાકટરા પોલીસ સ્ટેશનમાં શેખૂપુર ગામના રહેવાસી પૂર્વ ક્ષેત્ર પંચાયતન સભ્ય અને સમાજવાદી પાર્ટીના નેતા રાહુલ સવિતા (ઉંમર 32 વર્ષ), પિતા કૃષ્ણ મુરારી (ઉંમર 55 વર્ષ), માતા આશા દેવી ( ઉંમર 30 વર્ષ), ભાઈ રામજીવન (ઉંમર 24 વર્ષ), બહેન સોનમ (ઉંમર 20 વર્ષ) અને દીકરા અયાંશ (ઉંમર 8 વર્ષ) સાથે કારથી લખનૌ સ્થિત બુદ્ધેશ્વર લોનમાં એક લગ્ન સમારોહમાં ગયા હતા.
સોમવારે બપોરે લગભગ 2 વાગ્યે લખનૌથી પરત ફરતી વખત આગ્રા-લખનૌ એક્સપ્રેસ-વે પર ફગુહા કટ પાસે તેમની કાર અનિયંત્રિત થઈને ડિવાઈડરથી ટકરાઇ ગઈ. આખો પરિવાર કારની અંદર ફસાઈ ગયો. યુપીડા કર્મીઓએ એમ્બ્યુલન્સની મદદથી બધાને રાજકીય મેડિકલ કોલેજ મોકલ્યા. તો ડૉક્ટરોએ રાહુલ, પિતા કૃષ્ણ મુરારી, માતા આશા દેવી અને દીકરી અયાંશને મૃત જાહેર કરી દીધા. સોનમ, લક્ષ્મી અને રામજીવનને પ્રાથમિક ઉપચાર બાદ ડૉક્ટરોએ કાનપુર રેફર કરી દેવામાં આવ્યા.
અકસ્માતની જાણકારી પર SDM પવન કુમાર મીણા, CO શિવપ્રતાપ સિંહ ટીમ સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા. અકસ્માતના સમાચાર ગામમાં પહોંચતા જ હાહાકાર મચી ગયો. એક રિપોર્ટ મુજબ, સ્પીડ હોવાના કારણે ઘણા રાઉન્ડ કાર પલટી ગઈ. અકસ્માતના સમયે કારમાં 7 લોકો સવાર હતા. બધા ઇજાગ્રસ્તોને યુપીડા ટીમે તીરવા સ્થિત રાજકીય મેડિકલ કોલેજ પહોંચાડ્યા, અહીં ડૉક્ટરોએ લોકોને મૃત જાહેર કરી દીધા. કહેવામાં આવી રહ્યું છે કે ઓરૈયા જિલ્લાના શેખુપુર ગામના રહેવાસી કૃષ્ણ મુરારી પોતાના પરિવાર સાથે લખનૌમાં સંબંધીને ત્યાં એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગયો હતો. ત્યાંથી સોમવારે બપોરે પરત ફરી રહ્યા હતા. ત્યારે આ અકસ્માત થઈ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp