રોડ અકસ્માતમાં કાર સવાર 4 મિત્રોના મોત, ગોગામેડીમાં પૂજા કરીને ફરવા નીકળેલા

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં સ્થિત ધાર્મિક સ્થળ ગોગામેડીમાં પૂજા-અર્ચના કરીને ફરવા નીકળેલા મિત્રોની અલ્ટો કાર અનિયંત્રિત થઈને શનિવારે રાત્રે 11:00 વાગ્યે પરલીકા ગામ પાસે બે વાહનો સાથે ટકરાઇ ગઈ. ભીષણ અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર 4 મિત્રોનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું, જ્યારે એકની હાલત ગંભીર બનેલી છે. મીડિયા રિપોર્ટ મુજબ, અનિલ ફોટોગ્રાફર હતો. તેનો પિતરાઇ ભાઈ સુરેન્દ્ર ICICI બેંકમાં કામ કરતો હતો. કૃષ્ણ ગેસ એજન્સી અને રાજેશ RO પ્લાન્ટ ચલાવતો હતો. તેમનો મિત્ર સચિન દવા કંપનીમાં કામ કરતો હતો.
પાંચેય મિત્રો શનિવારે સાંજે એક મિત્રની અલ્ટો કારથી રાજસ્થાનના હનુમાગઢ જિલ્લામાં સ્થિત ગોગામેડીમાં પૂજા-અર્ચના કરવા માટે ગયા હતા. રાત્રે પૂજા કર્યા બાદ પાંચેય મિત્ર ફરવા નીકળ્યા હતા, જ્યારે નોહર માર્ગ પર પહોંચ્યા તો લગભગ 11:00 વાગ્યે પરલીકા ગામ પાસે સામેથી આવી રહેલી પુરપાટ ઝડપ સાથે પિકઅપ કારની ટક્કર થઈ ગઈ. ત્યારબાદ અનિયંત્રિત અલ્ટો કાર સામે આવી રહેલી બીજી પિકઅપ વેન સાથે ટકરાઇ ગઈ. અકસ્માતમાં સવાર પાંચ મિત્રોમાંથી 4 હિસારના 12 ક્વાર્ટર એરિયાના રહેવાસી કૃષ્ણ (ઉંમર 22 વર્ષ), રાજેશ (ઉંમર 25 વર્ષ), અનિલ (ઉંમર 26 વર્ષ) અને સુરેન્દ્ર (ઉંમર 24 વર્ષ)નું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું.
તો સચિન હિસારમાં સ્થિત તક ખાનગી હૉસ્પિટલમાં દાખલ છે. અકસ્માતની જાણકારી મળતા જ ગોગામેડી પોલીસ સ્ટેશની પોલીસે ચારે શબોને રવિવારે પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારજનોને સોંપી દીધા. રવિવારે બપોરે શબોને 12 ક્વાર્ટર એરિયા લઈ જવામાં આવ્યા અને તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. ગોગામેડી પોલીસ સ્ટેશનના પ્રભારી રાધેશ્યામ થાલોડે જણાવ્યું કે, ઇજાગ્રસ્ત સચિનની ફરિયાદ પર પિકઅપ ચાલક વિરુદ્ધ બેદરકારીનો કેસ નોંધી લેવામાં આવ્યો છે.
ગોગામેડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI રણવીરે જણાવ્યું કે, અકસ્માતમાં ઇજાગ્રસ્ત કાર સવાર સચિન હિસાર હરિયાણાનો રહેવાસી છે, તેણે પોતાના લેખિત નિવેદનમાં જણાવ્યું કે, જ્યારે તેણે પોતાના મિત્રોને પૂછ્યું કે, ક્યાં જઇ રહ્યા છીએ તો તેઓ બોલ્યા સાઈપરાઇઝ છે. ત્યાં પહોંચ્યા બાદ સરપ્રાઈઝ બતાવીશું. લેખિત નિવેદનમાં ઇજાગ્રસ્ત સચિને કોઈ સરપ્રાઇઝની વાત કહી છે તેની બાબતે પોલીસે કહ્યું કે, હવે સરપ્રાઈઝ શું હતી તેની જાણકારી મળી શકી નથી, પરંતુ નિવેદનના આધાર પર આગળની કાર્યવાહી ધરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp