રાજસ્થાનથી ગુજરાત જતા 3 કરોડ રોકડા મળ્યા, પૈસા ગણવા મશીન લાવવા પડ્યા

PC: etvbharat.com

પોલીસ દ્વારા રવિવારે બપોરે 12 વાગ્યે જોધપુરથી 3 કરોડ રૂપિયાની રોકડ લઇને ગુજરાત જતા બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. કારમાંથી જપ્ત થયેલી રોકડને ગણતા લગભગ 3 કલાકનો સમય લાગ્યો. આ ઘટના સિરોહીના મંદાર વિસ્તારની છે. પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું હતું કે, આ પૈસા ગુજરાતમાં કોઇને આપવાના હતા. આ મામલાની માહિતી મોબાઇલ પર મળવાની હતી. તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો. મંદાર (સિરોહી)ના સ્ટેશન ઓફિસર ભંવરલાલે જણાવ્યું હતું કે વરિષ્ઠ અધિકારીઓની સૂચના પર ગુજરાત બોર્ડર પર નાકાબંધી કરવામાં આવી હતી.

રવિવારે બપોરે લગભગ 12 વાગ્યે રેવદર (સિરોહી)થી આવી રહેલી ગુજરાત નંબરની ગાડીને પોલીસે રોકી. પૂછપરછ કરતા ગાડી સવાર 2 યુવક ગભરાઇ ગયા. તેમણે તેમના નામ નિલેશ (ઉંમર 40 વર્ષ) અને સુરેન્દ્ર ભાઇ (ઉંમર 58 વર્ષ) હોવાનું જણાવ્યું છે. સાથે જ તેઓ મહેસાણાના રહેવાસી હોવાનું પણ જણાવ્યું છે. અંદરની સીટની નીચે અને ડિક્કિમાં પોલિથીનમાં છુપાવી 500 અને 2000 રૂપિયાની નોટોની બંડલ રાખી હતી. પ્રાથમિક પૂછપરછમાં યુવકોએ જણાવ્યું કે તેઓ રામદેવરા (જેસલમેર)થી જોધપુર થઇને મહેસાણા જઇ રહ્યા હતા.

આ દરમિયાન તેમણે જોધપુરથી હવાલાના પૈસા લીધા હતા. DSP ઘનશ્યામ વર્માએ જણાવ્યું કે, નાકાબંધી દરમિયાન કારમાંથી 3 કરોડ રૂપિયા મળી આવ્યા છે. મશીનમાં નોટો ગણવામાં 3 કલાકનો સમય લાગ્યો હતો. 2000 રૂપિયાની નોટની 15 બંડલ હતી અને બાકીના 500 રૂપિયાની નોટની બંડલ હતી. આરોપીઓની પ્રાથમિક પૂછપરછ બાદ બંનેને અલગ-અલગ બેસાડીને પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસે કરેલી કાર્યવાહીમાં મંદાર પોલીસ સ્ટેશનના ઓમ પ્રકાશ અને જૂથારામે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે, કેટલા લોકો પાસે પૈસા હતા અને ક્યાં ડિલિવરી કરવાની હતી. આ અંગેની જાણ આવકવેરા વિભાગને કરવામાં આવી છે.

આ અગાઉ ગયા મહિનાની શરૂઆતમાં પણ સિરોહી નજીક આબુરોડ પોલીસે એક કારની તપાસ કરતા 3 કરોડ 95 હજાર રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. તે અંગે પોલીસે પાટણના રહેવાસી જિગ્નેશ દવે અને કૌશિક દવેની ધરપકડ કરી હતી.  ત્રણ કરોડથી વધુ રકમ ઉદયપુરથી અમદાવાદ લઇ આવવા આવી રહી હતી. ત્યારે પોલીસ ચેકપોસ્ટ પર આ કારની તપાસ હાથ ધરતા મોટી રકમ જપ્ત કરવામાં આવી હતી. પોલીસ તપાસના દ્વારા એવું અનુમાન લગાવવા આવ્યું હતું કે, આ ઘટના કોઇ મોટા હવાલા કૌભાંડ સાથે લિંક હોવાની સંભાવનાઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp