CBIએ રોલ્સ રોયસ અને અધિકારીઓ વિરુદ્ધ કરી FIR, જાણો શું છે આરોપ

ભારતીય વાયુસેના અને નૌકાદળ માટે હોક 15 મોડર્ન જેટ ટ્રેનિંગ વિમાનની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપના કેસમાં સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની કાર્યવાહી તેજ થઈ ગઈ છે. તપાસ એજન્સીએ બ્રિટિશ એરોસ્પેસ અને રક્ષા કંપની રોલ્સ રોયસ PLC, તેની ઇન્ડિયન યુનિટના સીનિયર અધિકારીઓ અને શાસ્ત્ર વિક્રેતાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. FIR મુજબ, CBIએ કેસમાં 6 વર્ષની તપાસ પૂર્ણ થયા બાદ IPCની કલમ 120(B) ગુનાહિત ષડયંત્ર, 420 (છેતરપિંડી) અને ભ્રષ્ટાચાર નિરોધક કાયદાના પ્રવધાનો હેઠળ રોલ્સ રોયસ ઇન્ડિયાના ડિરેક્ટર ટિમ જોન્સ, હથિયાર પુરવઠાકાર સુધીર ચૌધરી અને તેમના પુત્ર ભાનૂ ચૌધરી અને બ્રિટિશ એરોસ્પેસ સિસ્ટમ્સ વિરુદ્ધ કેસ નોંધી લીધો છે. અત્યાર સુધી રોલ્સ રોયસ તરફથી તેના પર કોઈ પ્રતિક્રિયા આવી નથી.
અધિકારીઓએ જણાવ્યું કે, વર્ષ 2017માં એક બ્રિટિશ કોર્ટે પણ ડીલને અંજામ આપનારી કંપની તરફથી વચેટિયાને સામેલ કરવા અને કમિશનની ચૂકવણી કરવાનો ઉલ્લેખ કર્યો હતો. એવો આરોપ છે કે વર્ષ 2003-12 દરમિયાન ષડયંત્રમાં સામેલ આ આરોપીઓએ 73.42 કરોડ બ્રિટિશ પાઉન્ડના ખર્ચે 24 હોક 115 AJT ખરીદવાનો પ્લાન બનાવ્યો. તેના માટે તેમને 30.82 કરોડ અમેરિકન ડોલર અને 72 લાખ અમેરિકન ડોલરની અતિરિક્ત રકમ માટે રોલ્સ રોયસને પુરવઠો કરવામાં આવેલી સામગ્રીના બદલે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના 42 વધારાના વિમાનોના લાઇસન્સ નિર્માણની મંજૂરી આપી.
CBIની FIRમાં આરોપ લગાવવામાં આવ્યો કે, આ ડીલ રોલ્સ રોયસ દ્વારા વેચેટિયાઓને આપવામાં આવેલી ભારે ભરકમ લાંચ, કમિશન અને ભ્રષ્ટાચારની આડમાં કરવામાં આવ્યું હતું, જ્યારે ડીલ સાથે સંબંધિત દસ્તાવેજમાં વચેટિયાની ચૂકવણી પર રોકની વાત કહેવામાં આવી હતી. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે ઓગસ્ટ 2008 થી મે 2012 વચ્ચે ભારતીય વાયુ સેનાના 42 વિમાન આપ્યા. જાન્યુઆરી 2008માં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે રક્ષા મંત્રાલયથી 9,502 કરોડ રૂપિયાના ખર્ચથી 57 વધારાના હોક વિમાનના નિર્માણ માટે લાઇસન્સ આપવાની અપીલ કરી હતી, જેમાંથી 40 વિમાન વાયુ સેના માટે અને 17 નૌકાદળ માટે હતા.
CBI તપાસમાં જાણવા મળ્યું કે, વર્ષ 2006-07માં ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ દરમિયાન રોલ્સ રોયસ ઈન્ડિયાના કાર્યાલયથી લેવડ-દેવડથી સંબંધિત મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા હતા, પરંતુ આરોપી વ્યક્તિઓએ તપાસથી બચવા માટે દસ્તાવેજોને નષ્ટ કરી દીધા અને હટાવી દીધા. વર્ષ 2012માં રોલ્સ રોયસના સંચાલનમાં ભ્રષ્ટાચારના આરોપ સંબંધીત સમાચારો સામે આવ્યા, જેના કારણે ગંભીર છેતરપિંડી કાર્યાલય (SFO), લંડન દ્વારા તપાસ કરવામાં આવી. આરોપ છે કે મિગ વિમાનની ખરીદીને લઈને રશિયા સાથે રક્ષા ડીલ માટે સુધીર ચૌધરી સાથે જોડાયેલી કંપની પોર્ટ્સમાઉથના નામ પર રશિયન શસ્ત્ર કંપનીઓ દ્વારા સ્વિસ ખાતામાં 10 કરોડ પાઉન્ડની ચૂકવણી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp