‘લેન્ડ ફોર જોબ સ્કેમ’માં લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ માટે પહોંચી CBI ટીમ

PC: newsnationtv.com

‘લેન્ડ ફોર જોબ સ્કેમ’ કેસમાં CBIની ટીમ લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ કરવા માટે એજન્સીના અધિકારી દિલ્હીમાં મીસાના ઘરે પહોંચી ગયા છે. આ અગાઉ સોમવારે જ CBIની ટીમ પટના જઈને રાબડી દેવીની પૂછપરછ કરી હતી. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવની સૌથી મોટી દીકરી મીસા ભારતનીનું નામ પણ સામેલ છે. લાલુ પ્રસાદ યાદવે ડિસેમ્બરમાં જ પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. લાંબા સમાય સુધી ત્યાં જ રહ્યા બાદ દિલ્હી ફર્યા છે અને હવે મીસા ભારતીના આવાસ પર જ છે.

આ અગાઉ સોમવારે ઘણા કલાકો સુધી CBIના એક ડઝન અધિકારી રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા અને તેમની પૂછપરછ કરી હતી. CBIના આ એક્શનને RJDએ રાજનૈતિક બદલાની કાર્યવાહી બતાવી છે. લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે તો કટાક્ષ કરતા કહ્યું હતું કે, CBIએ અહીં જ પોતાની ઓફિસ ખોલી લેવી જોઈએ કેમ કે તેમને આવવા-જવામાં સમય લાગે છે. આ કેસમાં કોંગ્રેસે પણ હુમલો કર્યો હતો અને વિપક્ષને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.

એટલું જ નહીં આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાબડી દેવીના ઘર પર CBI પહોંચવા પર નારાજગી વ્યક્ત કરી અને વિપક્ષને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેના પર એકજૂથ થવાની જરૂરિયાત છે. CBIએ આ કેસમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી સિવાય 14 અન્ય લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે.

CBI તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, રાબડી દેવી, મીસા ભારતી અને લાલુ પ્રસાદ યાદવની એક અન્ય દીકરી હેમા યાદવના નામે ડીડ તૈયાર કરીને જમીનોનું ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું. એજન્સીનો આરોપ છે કે 1 લાખ વર્ગ ફૂટ જમીન લાલુ પ્રસાદ યાદવના પરિવારે પટનામાં લીધી છે. એ હેઠળ તેમણે સામાન્ય રકમમાં વેચનારા લોકોને આપી અને નોકરીને બદલે જમીન પચાવી પાડી.

શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ?

લેન્ડ ફોર જોબ સ્કેમ 14 વર્ષ જૂનો છે. આ કેસમાં ગયા વર્ષે 18 મેના રોજ CBIએ કેસ દાખલ કર્યો હતો. CBIના જણાવ્યા મુજબ, લોકોને પહેલા રેલવેમાં ગ્રુપ Dના પદો પર સબ્સ્ટિટ્યુટ તરીકે ભરતી કરવામાં આવ્યા અને જ્યારે તેમના પરિવારે જમીનની ડીલ કરી તો તેમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા. CBIનું કહેવું છે કે, પટનામાં લાલુ પ્રસાદ યાદવના પરિવારે 1.05 લાખ વર્ગ ફૂટ જમીન પર કથિત રીતે કબજો કરી રાખ્યો છે. આ જમનની ડીલ રોકડમાં થઈ હતી એટલે કે લાલુ પરિવારે રોકડ આપીને આ જમીનોને ખરીદી હતી. CBI મુજબ આ જમીન ખૂબ જ ઓછી કિંમતમાં વેચી દેવામાં આવી હતી.

CBIને એ પણ જાણવા મળ્યું કે, ઝોનલ રેલવેમાં સબ્સ્ટિટ્યુટની ભરતીની કોઈ જાહેરાત કે પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ જે પરિવારોએ યાદવ પરિવારને પોતાની જમીન આપી, તેમના સભ્યોને રેલવેમાં મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નિમણૂક કરવામાં આવી. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુજબ કેટલાક ઉમેદવારોની અરજીઓને અપ્રુવ કરવામાં ઉતાવળ કરવામાં આવી.

કેટલીક અરજીઓને 3 દિવસમાં જ અપ્રુવ કરી દેવામાં આવી. પશ્ચિમ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ ઉમેદવારોની અરજીઓને આખા સરનામા વિના પણ અપ્રુવ કરી દેવામાં આવી અને નિમણૂક કરી દેવામાં આવી. કુલ મળાવીને લાલુ પ્રસાદ યાદવ એન્ડ ફેમિલીએ કથિત રીતે 7 ઉમેદવારોને જમીનના બદલે નોકરી આપી. તેમાંથી 5 જમીનોનું વેચાણ થયું હતું, જ્યારે 2 ગિફ્ટ તરીકે આપી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp