26th January selfie contest

કશ્મીર ઇન્સ્યુરન્સ કૌભાંડમાં સત્યપાલ મલિકના નજીકના 12ને ત્યાં સીબીઆઇ ત્રાટકી

PC: oneindia.com

જમ્મુ-કાશ્મીરના ઇન્શ્યોરન્સ અને કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સ્કેમ સાથે સંકળાયેલા કેસમાં CBIએ બુધવારે જમ્મુ-કાશ્મીર, દિલ્હી અને રાજસ્થાન સ્થિત 12 જગ્યાઓ પર છાપા માર્યા હતા. શોધખોળ મલિકના મીડિયા હાઉસ સલાહકાર રહેલા સુનક બાલીના ઘરે પણ કરવામાં આવી. મલિકે તેના પર કહ્યું- આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, CBI આ મામલામાં ફરિયાદકર્તાને હેરાન કરી રહી છે. સુનક કોઈપણ પ્રકારના સરકારી વેતન વિના જમ્મુ-કાશ્મીરમાં મારા સેક્રેટરી હતા. આ મામલો ત્યારે સામે આવ્યો હતો જ્યારે સત્યપાલ મલિક 23 ઓગસ્ટ, 2018 થી લઇને 30 ઓક્ટોબર, 2019 સુધી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા. સત્યપાલ મલિકે પોતે આ મામલા અંગે ફરિયાદ કરી હતી.

તેમણે કહ્યું હતું કે, ફાઇલોને મંજૂરી આપવાના બદલામાં તેમને 150-150 કરોડ રૂપિયા આપવાની વાત કહેવામાં આવી હતી. CBI એ તેના પર કેસ દાખલ કર્યો હતો. સત્યપાલ મલિકે પણ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. મલિકે જે ફાઇલોનો ઉલ્લેખ કર્યો હતો, તેના વિશે ક્યારેય ખુલીને જણાવ્યું નહોતું. રિપોર્ટ અનુસાર, સત્યપાલ મલિક સરકારી કર્મચારીઓ, પેન્શનર્સ અને પત્રકારો માટે લાવવામાં આવેલા ગ્રુપ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી સાથે સંકળાયેલી એક ફાઇલનો ઉલ્લેખ કરી રહ્યા હતા. તેમા અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપની સામેલ હતી.

બાદમાં સત્યપાલ મલિકે કેટલીક ગડબડના અંદેશાને જોતા રિલ્યાન્સ જનરલ ઇન્શ્યોરન્સ કંપનીની સાથે આ ડીલ કેન્સલ કરી દીધી હતી. બે દિવસ બાદ ગવર્નરે અન્ટી-કરપ્શન બ્યૂરોને આ ડીલની જાણકારી આપતા કહ્યું હતું કે, તેઓ આ કોન્ટ્રાક્ટની ઊંડાણપૂર્વક તપાસ કરે કે શું તેમા કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે?

ઇન્શ્યોરન્સ સ્કેમ મામલામાં મલિકે એક કાર્યક્રમમાં RSSના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ વાતનો ઉલ્લેખ તેમણે ગત વર્ષે 17 ઓક્ટોબરે રાજસ્થાનના ઝુંઝુનૂમાં એક સન્માન સમારોહમાં કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ઇન્શ્યોરન્સ વાળી ડીલમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના એક પદાધિકારી પણ સામેલ હતા. બાદમાં એક અખબારને આપેલા ઇન્ટર્વૂયમાં સત્યપાલ મલિકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) પાસે માફી પણ માંગી લીધી હતી. સત્યપાલ મલિકનું કહેવુ હતું કે, 300 કરોડ રૂપિયાની લાંચ ઓફર કરવાના મામલા સાથે RSS ને કોઈ લેવા-દેવા નથી. તેમની ભૂલ થઈ ગઈ અને તેઓ માફી ઇચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp