CBIનો આરોપઃ આર્યન ખાનને છોડવા સમીર વાનખેડેએ 25 કરોડ માગેલા

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ક્રૂઝ પર ડ્રગ્સ કેસમાં અરેસ્ટ થવાની આખા દેશમાં ખૂબ ચર્ચામાં હતો. 2 વર્ષ અગાઉ જ્યારે આ કેસ લોકોમાં સામાન્ય ચર્ચાનો હિસ્સો બન્યો તો નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેનું નામ પણ બધાની જીભ પર હતું. આર્યન ખાન કેસના સમયે સમીર વાનખેડે, NCBની મુંબઈ વિંગના ડિરેક્ટર હતા. હવે સમીર વાનખેડે ફરી એક વખત ચર્ચામાં છે. CBI દ્વારા વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં હવે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. CBI મુજબ, સમીર વાનખેડે અને તેમની તપાસ ટીમના સભ્ય, કાર્ડેલિયા ક્રૂઝ શીપ પર ડ્રગ્સ રેસ કેસમાં અરેસ્ટ થયેલા લોકોના પરિવારો પાસેથી 25 કરોડ રૂપિયા વસૂલવા માગતા હતા. CBIના કેસમાં જુબાની આપનારા લોકોમાંથી એક પ્રભાકર સેલે ખુલાસો કર્યો કે, તેના મલિક કે.પી. ગોસાવીએ કહ્યું હતું કે તેમણે આર્યનને છોડવા માટે 25 કરોડ રૂપિયાની માગ્યા છે, જેમાંથી અડધા સમીર વાનખેડે માટે જશે બાકી બચેલી રકમ પોતે રાખી લેશે.

આ ખુલાસા બાદ NCBએ વાનખેડે અને તેમની ટીમ વિરુદ્ધ વિજિલેન્સ તપાસ શરૂ કરી દીધી અને એ બધા કેસ છીનવી લેવામાં આવ્યા, જેમની તપાસ કરી રહી હતી. વિજિલેન્સની તપાસમાં વાનખેડે અને તેમની ટીમ તરફથી ભ્રષ્ટાચાર સાથે જોડાયેલી ગરબડી સામે આવી છે, ત્યારબાદ રિપોર્ટમાં બધા અધિકારીઓ વિરુદ્ધ CCS નિયમો હેઠળ કાર્યવાહી કરવાની સલાહ આપવામાં આવી. CBIએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, કેસમાં સામેલ બધા લોકો પર આરોપ છે કે તેમણે કથિત રૂપે સમીર વાનખેડેના નિર્દેશ પર ક્રૂઝ કેસના આરોપીઓ પર ડ્રગ્સ રાખવાનો આરોપ લગાવવાની ધમકી આપી.

નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, આ બધા લોકો 25 કરોડ રૂપિયા વસૂલવાની કોન્સપિરેસીમાં સામેલ હતા અને તેમને એડવાન્સમાં લાંચ તરીકે 50 લાખ રૂપિયા મળ્યા હતા. આ કેસમાં દિલ્હી, રાંચી, મુંબઈ, લખનૌ અને ચેન્નાઈ સહિત 29 જગ્યાઓ પર સર્ચ કરવામાં આવ્યું. આ સર્ચમાં આરોપોને સાચા ઠેરવતા કેટલાક દસ્તાવેજ, વસ્તુઓ અને રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ કેસ અગાઉ વાનખેડેની પોસ્ટિંગ એરપોર્ટ પર કસ્ટમ્સમાં હતી.

એક્ટર એક્ટ્રેસિસના વિદેશમાં ખરીદેલી કસ્ટમ ડ્યુટી સાથે જોડાયેલા મુદ્દાને ઓકવા માટે વાનખેડેનું નામ જાણીતું હતું. વાનખેડેને NCBએ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસમાં તપાસ માટે ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ સર્વિસિસ (DRI) પાસેથી લોન પર લીધા હતા. આ કેસમાં તેમણે રીયા ચક્રવર્તી, તેમના ભાઈ અને ઘણા લોકોની ધરપકડ કરી હતી. હાલમાં જ વાનખેડેને RSSના હેડક્વાર્ટર પર જતા અને જનસભાઓ કરતા જોવા મળ્યા હતા. એમ પણ કહેવામાં આવી રહ્યું હતું કે તેઓ રાજનીતિમાં પગ રાખવા માગે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.