18 જુલાઈએ PMએ 710 કરોડની એરપોર્ટ બીલ્ડિંગનું ઉદ્ધાટન કર્યુ અને હવે સિલિંગ પડી ગઈ
અંડમાન અને નિકોબારના કેપિટલ પોર્ટ બ્લેરમાં રવિવારે ભારે વરસાદને પગલે વીર સાવરકર ઈન્ટરનેશનલ એરપોર્ટની સિલિંગ પડી ગઇ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 18 જુલાઈના રોજ જ પ્રધાનમંત્રી મોદીએ આ નવા ટર્મિનલનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું હતું.
આ મામલાને લઇ કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે, પ્રધાનમંત્રી આજકાલ કોઈ પણ વસ્તુનુ ઉદ્ઘાટન કરી દેશે. પછી તે અધૂરુ કે ઓછી ગુણવત્તાવાળું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેમ ન હોય.
The Prime Minister will inaugurate anything these days — even if it’s unfinished or substandard infrastructure (highways, airports, bridges, trains, etc)
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 23, 2023
More than willing ministers anxious to boost their Sensex with him oblige.
It’s the taxpayers and citizens who pay the cost.… https://t.co/TGUg128dsz
જયરામ રમેશની આ ટ્વીટનો જવાબ આપતા સિવિલ એવિએશન મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, સ્ટ્રક્ચર ટર્મિનલ બિલ્ડિંગની બહાર છે. અહીં સીસીટીવ ઈન્સ્ટોલેશન માટે સિલિંગને ઢીલી કરવામાં આવી હતી. પવનને લીધે પેનલ નીચે પડી ગઈ. સમારકામ કરાવી દેવામાં આવ્યું છે.
The structure is outside the terminal building. Besides, a part of the false ceiling had been deliberately loosened for CCTV work. Heavy winds (about 100 km/hr) later, led to the swinging panels as seen in the video. The false ceiling had been restored after completing the work.… https://t.co/DuLYjUIk0V
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) July 24, 2023
710 કરોડના ખર્ચે બન્યું છે ટર્મિનલ
પ્રધાનમંત્રી મોદીએ 18 જુલાઈના રોજ આ નવા ટર્મિનલને વર્ચ્યુઅલી ઈનોગરેટ કર્યું હતું. 710 કરોડના ખર્ચે બનાવેલા આ ટર્મિનલમાં એક સાથે 10 પ્લેન પાર્ક થઇ શકશે. જેની ડિઝાઈન સમુદ્રના દ્વીપ જેવી છે.
ઉદ્ઘાટનના સમયે પ્રધાનમંત્રીએ લોકોને સંબોધિત પણ કર્યા હતા. એ દિવસે પ્રધાનમંત્રીએ બેંગલોરમાં થયેલી 26 વિપક્ષી પાર્ટીઓની બેઠક પર કટાક્ષ પણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, બેંગલોરમાં 2024 લોકસભા ચૂંટણી માટે 26 પાર્ટીઓ ભેગી થઇ છે. દેશની જનતા કહી રહી છે કે આ તો કટ્ટર ભ્રષ્ટાચારી સંમ્મેલન થઇ રહ્યું છે.
ખેર, આ નવું ટર્મિનલ ભવન લગભગ 40800 વર્ગ મીટરમાં ફેલાયું છે. આ ટર્મિનલ દર વર્ષે લગભગ 50 લાખ મુસાફરોને સંભાળવામાં સક્ષમ રહેશે. હાલમાં આ ટર્મિનલની પ્રતિદિન ક્ષમતા 4000 પર્યટકોને સંભાળવાની છે. નવું ટર્મિનલ શરૂ થયા પછી ક્ષમતા પ્રતિદિન 11 હજાર મુસાફરોને સંભાળવાની થઇ જશે. તેની સાથે જ પોર્ટ બ્લેર એરપોર્ટ પર 80 કરોડના ખર્ચથી બે બોઈંગ- 767-400 અને બે એરબસ 321 પ્રકારના વિમાનો માટે એક એપ્રન પણ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી એરપોર્ટ પર એક સાથે 10 વિમાનો પાર્ક કરી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp