- National
- ગાડી ચલાવનારાઓ માટે આવ્યા મોટા સમાચાર, સરકારે આપી આ રાહત
ગાડી ચલાવનારાઓ માટે આવ્યા મોટા સમાચાર, સરકારે આપી આ રાહત
છેલ્લા થોડાક વર્ષોથી વાહન ચલાવતા લોકો ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે કે મારી પાસે ખાલી એક ડોકયુમેન્ટ નહોતું છતાં મારે આજે દંડ ભરવો પડ્યો અથવા તો લોકો પોતાની ભૂલ હોવા છતાં નિશ્ચિત પણે પોલીસનો વાંક કાઢતા હોય છે. ઘણી વખત તમે પણ કેટલાય લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે સાહેબ મહેરબાની કરીને મને જવાદો મારી પાસે મારા અને ગાડીના બધાજ દસ્તાવેજ છે પણ ઘરે પડ્યા છે. કદાચ દરેક વાહન ચલાવનારની સાથે આ ઘટના ઘટી હશે. પણ હવે કેન્દ્ર સરકારે એક વાહન ચાલકો માટે એક મોટી રાહત આપી છે.
કેન્દ્ર સરકારે સામાન્ય લોકો માટે એક મોટી રાહત આપતા મોટર વ્હિકલ એક્ટની કલમ 139માં સુધારો કર્યો છે. આ અંગે સરકાર સુચના પણ પ્રકાશિત કરવામાં આવી ચૂકી છે. હવે આ સૂચના પછી લોકોને ડ્રાઇવિંગ લાયસન્સ, પોલ્યુશન પ્રમાણપત્ર, આરસી બુક અને વીમાના મૂળ કાગળ સાથે રાખવાની જરૂર નહી પડે. હવે તમારી પાસે ઝેરોક્ષ કૉપિ અથવા મોબાઇલ પર ઇલેક્ટ્રોનિક કૉપિ હોય તો તમે તે બતાવી શકશો અને તેને માન્ય ઠેરવવામાં આવ્યું છે. આને લઈને તમને મેમો આપવામાં આવશે નહી.
આ સૂચના 19મી નવેમ્બરે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવી હતી. તદનુસાર, એક પોલીસ અથવા કોઈ અન્ય અધિકારીના વતી, વાહન સંબંધિત દસ્તાવેજો માંગે તો તેને ઈલેક્ટ્રોનિક કૉપિ બતાવી શકાશે. આ સૂચના પછી વાહન ચલાવતા લોકોનું કોઈ અધિકારી શોષણ કરી શકશે નહીં.
આ પેપર્સની ડિજિટલ કૉપિ માન્ય રહેશે
મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવેલા કાગળોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ, આરસી બુક, વીમા અને પ્રદૂષણ નિયંત્રણના પ્રમાણપત્રનો સમાવેશ થાય છે જેને ડિજિટલ કૉપિ તરીકે માન્ય ગણવામાં આવશે.

