શું સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી, 2024મા નહીં લડે ચૂંટણી?

PC: aajtak.in

કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે શનિવારે પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંબોધન કર્યું છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા પણ ઘણી વાતો કહી. સોનિયા ગાંધીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને RSSએ સ્વાયત્ત એજન્સીઓ પર કબજો જમાવ્યો છે. આ દરમિયાન સોનિયા ગાંધીએ PM નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ મિત્રો માટે દેશ ચલાવી રહ્યા છે.

સંમેલનમાં હાજર રહેલા પ્રતિનિધિઓ દ્વારા રાજકીય, આર્થિક અને આંતરરાષ્ટ્રીય બાબતો અંગેના પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવશે. સત્ર દરમિયાન સોનિયા માટે 'આભાર' નિવેદન પણ વાંચવામાં આવ્યું હતું.

પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારજનક સમય છે. BJP-RSSએ દેશની એક-એક સંસ્થા પર કબ્જો કરી લીધો છે અને તેને બરબાદ કરી નાંખી છે. તેણે થોડા વેપારીઓને ફાયદો કરાવીને આર્થિક પાયમાલી ઊભી કરી છે. તેમણે કહ્યું કે, મનમોહન સિંહના સક્ષમ નેતૃત્વ હેઠળ 2004 અને 2009માં અમારી જીતથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ 'ભારત જોડો યાત્રા' સાથે સમાપ્ત થઈ, જે કોંગ્રેસ માટે એક ખુબ જ મહત્વપૂર્ણ ટર્નિંગ પોઈન્ટ હતી. એવી ચર્ચા ચાલી રહી છે કે સોનિયા ગાંધીએ રાજનીતિમાંથી સંન્યાસની અનઔપચારિક જાહેરાત કરી દીધી છે.

કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા પછી, કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજના કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. AICC મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પહેલાથી જ સ્થળ પર પહોંચી ગયા છે. તેમની સાથે છત્તીસગઢના CM ભૂપેશ બઘેલ પણ હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે રસ્તા પર ફેલાયેલા ગુલાબની ખાસ ચર્ચા રહી હતી.

પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો યાત્રા' સફળ રહી છે. રાહુલ ગાંધીએ મુશ્કેલ પ્રવાસને શક્ય બનાવ્યો. તેણે લોકો સાથે કોંગ્રેસના જોડાણને જીવંત કર્યું છે. કોંગ્રેસે મન બનાવી લીધું છે કે, તે દેશને બચાવવા માટે લડાઈ લડશે. કોંગ્રેસ દેશના હિત માટે લડશે. મજબૂત કાર્યકરો જ કોંગ્રેસની તાકાત છે. આપણે શિસ્ત સાથે કામ કરવાની જરૂર છે. અમારે અમારો સંદેશો લોકો સુધી પહોંચાડવાનો છે. સોનિયાએ અપીલ કરી છે કે વ્યક્તિગત હિતોને બાજુ પર રાખીને બલિદાનની જરૂર છે. પાર્ટીની જીત જ દેશની જીત હશે અને આપણે મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં સફળ થઈશું.

સોનિયા ગાંધી પહેલા સંમેલનને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, ભારત સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આજે દેશને એક નવા આંદોલનની જરૂર છે. 'સેવા, સંઘર્ષ અને બલિદાન તેનાથી પહેલા હિન્દુસ્તાન', આ અમારું સૂત્ર હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp