એક લીટર પેટ્રોલ પર 19.90 રૂપિયા કમાઈ છે મોદી સરકાર, જાણો તમે કેટલો આપો છો ટેક્સ

PC: gomechanic.in

પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘણા સમયથી સ્થિર છે. જો કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલનો ભાવ ઉપર-નીચે થઈ રહ્યો છે. ગયા વર્ષે માર્ચમાં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ છેડાયા બાદ દેશમાં ઈંધણની કિંમતમાં જોરદાર વધારો થયો હતો. દેશની ઓઇલ કંપનીઓને કાચા તેલની કિંમતોમાં થયેલા વધારાના કારણે પેટ્રોલ-ડીઝલની કિંમત વધારવી પડી હતી. અત્યારે દેશમાં પેટ્રોલની કિંમત લગભગ 100 રૂપિયાની આસપાસ છે, પરંતુ શું તમે જાણો છો કે 1 લીટર પેટ્રોલની કિંમતમાં ટેક્સનો હિસ્સો લગભગ 50 ટકા હોય છે?

કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલ-ડીઝલ પર ભારે ભરકમ ટેક્સ વસૂલે છે. દેશમાં રોજ દેશની મુખ્ય તેલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે પેટ્રોલ-ડીઝલ કમાણીનું એક મોટું મધ્યમ છે. સરકારના આંકડા મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારો બંનેએ વર્ષ 2022-23ના 9 મહિનામાં 545,002 કરોડ રૂપિયાની કમાણી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી કરી હતી.

નાણાકીય વર્ષ 2021-22માં 774,425 કરોડ રૂપિયા, વર્ષ 2020-21માં 672,719 કરોડ રૂપિયા, વર્ષ 2019-20માં 555,370 કરોડ રૂપિયા, વર્ષ 2018-19માં 575,632 કરોડ રૂપિયા, વર્ષ 2017-18માં 53,026 કરોડ રૂપિયાની આવક સરકારોને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી થઈ હતી.

કેટલા આપો છો તમે ટેક્સ?

હવે સમજી લઈ કે 1 લીટર પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર તમારી પાસે કેટલો ટેક્સ વસૂલે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 1 મે 2023ના રોજ દિલ્હીમાં 1 લીટર ભરાવવા માટે 96.72 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા હતા. તેમાં 35.61 રૂપિયા ટેક્સના સામેલ હતા, જેમાંથી 19.90 રૂપિયા કેન્દ્ર સરકારના ખજાનામાં પહોંચે છે અને 15.71 રૂપિયા રાજ્ય સરકાર પાસે ગયા. એ સિવાય 1 લીટર પેટ્રોલ પર ડીલરનું કમિશન 3.76 રૂપિયા બને છે. ટ્રાન્સપોર્ટેશન માટે 0.20 પૈસા જોડવામાં આવે છે.

તેને એવી રીતે પણ સમજી શકાય કે, દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની બેઝ પ્રાઇઝ 57.15 રૂપિયા છે. પછી 0.20 પૈસા ટ્રાન્સ્પોર્ટેશનના જોડાય છે. આ પ્રકારે કિંમત 57.35 રૂપિયા ઉપર પહોંચી જાય છે. પછી 19.90 રૂપિયાની એક્સાઈઝ ડ્યૂટી જોડાય છે કે કેન્દ્રને મળે છે. પછી ડીલરનું કમિશન 3.76 રૂપિયા અને 15.71 ટકા વેટ ચાર્જ જોડવામાં આવે છે. વેટની રકમ દિલ્હી સરકારને મળે છે. બધુ જોડી દીધા બાદ કિંમત 96.72 રૂપિયા પર પહોંચી જાય છે.

IOCL મુજબ, દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે પણ 1 લીટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને 1 લીટર ડીઝલની કિંમત 89.62 રૂપિયા પર જ ટકી છે. તેની સાથે જ દેશની આર્થિક રાજધાની મુંબઈની વાત કરીએ તો પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp