ટામેટાં લેવા માટે અહીં મચી અફરાતફરી, એક દિવસમાં વેચાઈ ગયા 3000 કિલો ટામેટાં

PC: navbharattimes.indiatimes.com

ટામેટાંની કિંમત આસમાન સ્પર્શી રહી છે. લોકોને 250 રૂપિયા પ્રતિ કિલો ટામેટાં ખરીદવા પર મજબૂર થવું પડી રહ્યું છે, પરંતુ આ શહેરમાં ટામેટાં એટલા સસ્તા થઈ ચૂક્યા છે કે આખો દિવસમાં 3 હજાર કિલો ટામેટાં વેચી દેવામાં આવ્યા. મોબાઈલ વેનથી શહેરમાં 10 સ્થળો પર 80 રૂપિયા કિલો ટામેટાં વેચી દેવામાં આવ્યા. અહીંની નવીન માર્કેટથી બપોરે 12:00 વાગ્યે 10 મોબાઈલ વેનમાં રવાના થઈ ગયા હતા. ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા અને વેપારી નેતા મુકુન્દ મિશ્રાએ તેને લીલી ઝંડી દેખાડી હતી.

સંસ્થાના ક્ષેત્રીય સંચાલક એ.કે. સિંહના જણાવ્યા મુજબ, ટામેટાં મોંઘા હોવાના કારણે આ વ્યવસ્થા બનાવવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કોઈને પણ 2 કિલોથી વધારે ટામેટાં આપવામાં આવ્યા નથી અને આ ટામેટાં કર્ણાટકથી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સરકાર કિંમતોને કંટ્રોલ કરવા માટે મોબાઈલ વેનના સહારે પોતે માર્કેટમાં ટામેટાં વેચવાનો પ્રયાસ કરી રહી છે. તે 90 રૂપિયા પ્રતિ કિલો ટામેટાને વેચવાનો પ્રયાસ કરી રહી છે. આ સમયે દિલ્હી NCRમાં ભારતીય રાષ્ટ્રીય સહકારી ઉપભોક્તા મહાસંઘ અને ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપરણ મહાસંઘ મોબાઈલ  વેનના સહારે ટામેટાં વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે.

નોઇડા, દિલ્હી અને ગ્રેટર નોઇડામાં ઘણી જગ્યાઓ પર મહાસંઘ દ્વારા ટામેટાં વેચવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હી અને નોઇડા સાથે આજથી પટના, લખનૌ અને મુઝફ્ફરપુરમાં ઓછી કિંમતો પર ટામેટાં વેચવાના પ્રયાસનો આરંભ થઈ ગયો છે. તેમણે કહ્યું કે, નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) કાલે એટલે કે 16 જુલાઈથી લગભગ 100 જગ્યાઓ પર પોતાના આઉટલેટ દ્વારા ટામેટાં વેચવાની શરૂઆત કરશે. આગામી સમયમાં દિલ્હી NCRની અંદર 400 જગ્યા પર મધર ડેરી સાથે મળીને ટામેટાં વેચશે.

સરકારના જણાવ્યા મુજબ, શનિવારે અખિલ ભારતીય એવરેજ કિંમત લગભગ 117 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. ઉપભોક્તા બાબતોના વિભાગ દ્વારા સંકલિત આંકડાઓ મુજબ ટામેટાંની એવરેજ ભારતીય ખુદરા કિંમત શનિવારે 116.86 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જ્યારે મહત્તમ કિંમત 250 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી અને લઘુત્તમ દર 25 રૂપિયા કિલોગ્રામ હતી. ટામેટાની મોડલ પ્રાઇઝ 100 રૂપિયા પ્રતિ કિલો હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp