સરકારી અધિકારીઓ 1.30 લાખનો મોબાઈલ પણ રાખી શકશે, નોટિફિકેશન જાહેર

કેન્દ્ર સરકારે નાયબ સચિવ અને તેનાથી ઉપરના તમામ સ્તરના અધિકારીઓ માટે એક ખુશખબરી જારી કરી છે. આ લેવલના અધિકારીઓ માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે જેમાં  એક લાખ 30 હજાર રૂપિયા સુધીના મોબાઇલ, નેટ-બુક, લેપટોપ સહિતના અનેક ઇલેકટ્રોનિક્સ ગેજેટ્સ રાખી શકશે. નવી માર્ગદર્શિકાને કારણે  27 માર્ચ 2020ના રોજ જારી કરવામાં આવેલો આદેશ હટી જશે.

કેન્દ્ર સરકારના અધિકારીઓ 1.3 લાખ રૂપિયા સુધીની કિંમતના મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ રાખી શકશે. ચાર વર્ષ પછી, તે આ ગેજેટ્સનો વ્યક્તિગત રીતે પણ ઉપયોગ કરી શકશે. નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે આ અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. માર્ગદર્શિકામાં જણાવ્યા મુજબ લાયક અધિકારીઓ મોબાઇલ, લેપટોપ, ટેબ્લેટ, ફેબલેટ, નોટબુક, નોટપેડ, અલ્ટ્રા-બુક, નેટ-બુક અથવા આવા મૂલ્યના અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સત્તાવાર કાર્ય માટે લઇ શકે છે.

માર્ગદર્શિકા મુજબ, કેન્દ્ર સરકારના નાયબ સચિવ અને તેનાથી ઉપરના સ્તરના તમામ અધિકારીઓ આવા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ માટે પાત્ર હશે. વિભાગ અધિકારીઓ અને અન્ડર સેક્રેટરીઓના કિસ્સામાં, આવા ઉપકરણો અધિકારીઓને મંજૂર શક્તિના 50 ટકાની હદ સુધી જારી કરી શકાય છે. ઉપકરરણોની કિંમત અંગે, ઓફિસ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે તે એક લાખ રૂપિયા ઉપરાંત ટેક્સ હોય શકે છે.

જો કે, એનો ગેજેટ્સ જેમાં 40 ટકાથી વધુ મેક-ઈન-ઈન્ડિયા ઘટકોનો ઉપયોગ  થયો છે, એના કિસ્સામાં આ આ મર્યાદા રૂ. 1.30 લાખ ઉપરાંત ટેક્સ હશે. માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, જો કોઈ અધિકારીને મંત્રાલય/વિભાગમાંથી પહેલેથી જ ગેજેટ ફાળવવામાં આવ્યું હોય, તો તેને ચાર વર્ષ માટે નવું ઉપકરણ જારી કરી શકાતું નથી.

જો કે,  ઉપકરણ આર્થિક રીતે રીપેર યોગ્ય નહીં હોવા પર તે અપવાદ રહેશે. એમાં કહેવાયું છે કે, અધિકારી ચાર વર્ષ પછી આ ઉપકરણને પોતાની પાસે રાખી શકે છે. ઓફિસ મેમોરેન્ડમાં જણાવાયું છે કે સંબંધિત મંત્રાલય/વિભાગ એ સુનિશ્ચિત કરશે કે ઉપકરણને કસ્ટડી માટે અધિકારીને સોંપતા પહેલા તેનો તમામ ડેટા સાફ કરી દેવામાં આવ્યો છે.

21મી જુલાઈ, 2023ની આ માર્ગદર્શિકા બાદ, 27મી માર્ચ, 2020ના રોજ જારી કરાયેલો આદેશ હટી જશે. જેમાં આવા સાધનોની કિંમત 80,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી અને વ્યક્તિગત ઉપયોગ માટે સાધનસામગ્રી જાળવી રાખવાની કોઈ જોગવાઈ ન હતી

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.