ટોપી પહેરીને ચેઇન સ્નેચિંગ કરતો રહ્યો, પોલીસ મુસ્લિમ સમજીને શોધતી રહી, પછી,,,
ઉત્તર પ્રદેશમાં એક ચોરે પોલીસને રવાડે ચઢાવવામાં એવી તરકીબ કરી હતી કે એક સમયે તો પોલીસ પણ ગોથા ખાઇ ગઇ હતી, પરંતુ જ્યારે એ ચોર પકડાયો ત્યારે પોલીસ તેની અસલિયત જાણીને ચોંકી ગઇ હતી.
ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ધાર્મિક ઓળખ અથવા પ્રતીકના દુરુપયોગનો એક રસપ્રદ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. થોડા દિવસો પહેલા એક મહિલા સાથે ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગળામાંથી ચેઈન ખેંચનાર યુવકને મુસ્લિમ સમજીને બધા તેને શોધતા રહ્યા. પરંતુ જ્યારે તે પકડાયો ત્યારે તેણે તેનું નામ પ્રમોદ શેઠ હોવાનું બહાર આવ્યું હતું. એવો આરોપ છે કે તેણે પોલીસ અને લોકોને ભ્રમિત કરવા માટે આવું કર્યું જેથી તેને પકડવો વધુ મુશ્કેલ બની જાય.
પોલીસથી બચવા માટે આરોપીની આ યુક્તિ પણ સારી રીતે કામ કરી ગઈ હતી.તે પકડાય તે પહેલા પોલીસ સહિત તમામ મુંઝવણમાં મુકાઈ ગયા હતા. ઘટનાને લગતા CCTV સામે આવ્યા છે. જેમાં જોવા મળે છે આરોપીએ સફેદ રંગની એવી ટોપી પહેરી હતી જે સામાન્ય રીતે મુસ્લિમ સમાજના લોકો પહેરતા હોય છે.
રિપોર્ટ અનુસાર આ ઘટના જૌનપુરના ચહરસુ વિસ્તારનો છે. પ્રમોદે 2 ઓક્ટોબરે અહીં રેખા દેવી નામની મહિલાની ચેઇન ખેંચી લીધી હતી. 55 વર્ષની ઉંમરના રેખા તે દિવસે સવારે 5 વાગ્યાની આસપાસ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા ત્યારે એક બદમાશે ચેઇન ખેંચી હતી. રેખાદેવીએ જ્યારે વિરોધ કર્યો તો આરોપીએ તેણી સાથે ગેરવર્તણૂંક કરી હતી. જે ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
રેખાદેવીએ પોલીસમાં ચેઇન સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે જ્યારે CCTV ચેક કર્યા તો પોલીસને લાગ્યું કે ચેઇન સ્નેચર કોઇ મુસ્લિમ વ્યકિત છે. પોલીસ મુસ્લિમ વ્યકિતની શોધખોળમાં લાગી હતી, પરંતુ જ્યારે આરોપીની ધરપકડ થઇ ત્યારે તેણે પોતાનું નામ પ્રમાદ શેઠ હોવાનું કહ્યુ હતું.
પ્રમોદની પુછપરછમાં પોલીસને જાણવા મળ્યુ કે પ્રમોદ, રેખાદેવીની ઘરની દુકાનમાં જ નોકરી કરતો હતો. તેને રેખા દેવીની બધી એક્ટિવીટીની ખબર રહેતી હતી. તેઓ ક્યારે જાય છે,ક્યારે આવે છે તેની પ્રમોદ બધી ખબર રાખતો હતો.
પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે પ્રમોદે માત્ર પોતાની ઓળખ છુપાવવમા માટે જ મુસ્લિમ જેવી ટોપી પહેરી હતી કે પછી તેનો ઇરાદો કોઇ બીજો ખેલ કરવાનો પણ હતો?
આ વર્ષના માર્ચ મહિનામાં આગ્રાથી એક ચેઇન સ્નેચિંગનો મામલો સામે આવ્યો હતો, જમાં આરોપી એક મલ્ટીનેશનલ કંપનીમાં કરનારો HR મેનેજર નિકળ્યો હતો. પોલીસે કહ્યુ હતું કે HR મેનેજરનું નામ અભિષેક ઓઝા હતું અને તે પોતાના શોખ પુરા કરવા માટે ચેઇન સ્નેચિંગ કરતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp