જુઓ વિક્રમ લેન્ડરના LPDC કેમેરાએ ચંદ્રમાનો બનાવેલો વીડિયો, આ જ ડિવાઇસ લેન્ડિંગ..

PC: twitter.com/isro

ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર ચંદ્રની ખૂબ જ નજીક પહોંચી ચૂક્યું છે. લેન્ડરમાં લાગેલા અત્યાધુનિક કેમેરાએ ચંદ્રની તાજી તસવીરો પણ મોકલી છે. જેનો વીડિયો ઇન્ડિયન્સ સ્પેસ એજન્સી (ISRO)એ પોતાના સત્તાવાર ટ્વીટર અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો વિક્રમ લેન્ડર પર લાગેલા LPDC સેન્સરે બનાવ્યો છે. હકીકતમાં તે એક કેમેરો છે, જેનું આખું નામ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC). LPDC વિક્રમ લેન્ડરના નીચેના હિસ્સામાં લાગેલો છે. તે એટલે લગાવવામાં આવ્યો છે જેથી વિક્રમ પોતાના લેન્ડિંગ માટે યોગ્ય અને સપાટ જગ્યા શોધી શકે.

આ કેમેરાની મદદથી એ જોઈ શકાય છે કે વિક્રમ લેન્ડર કોઈ ખાડા-ટેકરા વાળી જગ્યા પર કે કોઈ ખાડા કે ક્રેટરમાં તો નથી જઈ રહ્યું. આ કેમેરાને લેન્ડિંગથી થોડા સમય અગાઉથી ફરી ઓન કરી શકાય છે કેમ કે અત્યારે જે તસવીર આવી છે તેને જોઈને લાગે છે કે તે કેમેરો ટ્રાયલ માટે ઓન કરવામાં આવ્યો હતો જેથી તસવીરો કે વીડિયોથી ખબર પડી શકે કે તે કેટલો સારી રીતે કામ કરી રહ્યો છે. ચંદ્રયાન-2માં પણ આ સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે સારી રીતે કામ કરી રહ્યો હતો.

આ અગાઉ ISROએ ગુરુવારે કહ્યું હતું કે, ચંદ્રયાન-3નું લેન્ડર મોડ્યુલ અને પ્રણોદન મોડ્યુલ સફળતાપૂર્વક અલગ થઈ ગયું છે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન)થી યુક્ત લેન્ડર મોડ્યુલ હવે કક્ષામાં અને નીચે આવવા માટે તૈયાર છે, જેથી તે ચંદ્રમાની સપાટીની વધુ નજીક પહોંચી જશે. ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ 23 ઑગસ્ટે થવાની આશા છે. ચંદ્રયાન-3એ 14 જુલાઇ 2023ના રોજ પ્રક્ષેપણ બાદ 5 ઑગસ્ટના રોજ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.

પ્રણોદન અને લેન્ડર મોડ્યૂલને અલગ કરવાની કવાયત અગાઉ 6, 9 14 અને 16 ઑગસ્ટે ચંદ્રમાની કક્ષામાં નીચે લાવવાની કવાયત કરવામાં આવી, જેથી તે ચંદ્રની સપાટી નજીક આવી શકે. હવે 23 ઑગસ્ટના રોજ ચંદ્ર પર તેની સોફ્ટ લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ અગાઉ 14 જુલાઇના રોજ પ્રક્ષેપણ બાદ છેલ્લા 3 અઠવાડિયામાં 5 કરતા વધુ પ્રક્રિયાઓમાં ISROએ ચંદ્રયાન-3ને પૃથ્વીથી દૂર આગળની કક્ષાઓમાં વધાર્યું હતું.

1 ઑગસ્ટના રોજ એક મહત્ત્વપૂર્ણ કવાયતમાં અંતરીક્ષ યાનને પૃથ્વીની કક્ષાથી સફળતાપૂર્વક ચંદ્રમા તરફ મોકલવામાં આવ્યું. લગભગ 600 કરોડ રૂપિયાના ખર્ચે ત્રીજા મૂન મિશનનો મુખ્ય હેતુ લેન્ડરને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર ધીરેથી ઉતારવાનું છે. ચંદ્રયાન-3ને 14 જુલાઇના રોજ MVM3 રોકેટથી પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. અંતરીક્ષ યાન 1 ઑગસ્ટે પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્રમાની લાંબી યાત્રા પર નીકળી ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp