ક્યારે લોન્ચ થશે ચંદ્રયાન-3? ISRO પ્રમુખે આપી જાણકારી, કહ્યું- હું કોન્ફિડન્ટ...

PC: etvbharat.com

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના પ્રમુખ એસ સોમનાથને સોમવાર (29 મે)ના રોજ કહ્યું કે, ચંદ્રયાન-3ને આ વર્ષે જુલાઈમાં લોન્ચ કરવામાં આવશે. ISRO પ્રમુખનું આ નિવેદન અંતરિક્ષ એજન્સી દ્વારા GSLV રોકેટ પર એક નેવિગેશન ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કર્યા બાદ આવ્યું છે. આ પ્રક્ષેપણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે કારણ કે, તે બીજી પેઢીના નેવિગેશન ઉપગ્રહ શ્રૃંખલાની તહેનાતીને ચિન્હિત કરે છે, જેનાથી NavIC સેવાઓની નિરંતરતા સુનિશ્ચિત થાય છે.

ISROએ જણાવ્યું કે, નાવિકને એ પ્રકારે તૈયાર કરવામાં આવ્યું છે કે, સંકેતોની મદદથી ઉપયોગકર્તાની 20 મીટરના દાયરામાં સ્થિત અને 50 નેનોસેકન્ડના અંતરાલમાં સમયની સચોટ જાણકારી મળી શકે છે. ISRO ચીફે આ મિશનના સારા પરિણામ માટે પૂરી ટીમને અભિનંદન પાઠવ્યા છે. નેવિગેશન સેટેલાઇટ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી કરવામાં આવ્યું હતું. આ સેટેલાઇટનું નામ છે NVS-01, જેને GSLV- F12 રોકેટ દ્વારા લોન્ચ પેડ-2 પરથી છોડવામાં આવ્યું.

ANI સાથે વાત કરતા ISRO પ્રમુખ સોમનાથને કહ્યું, બોધપાઠ ખૂબ જ સરળ છે. ભૂતકાળમાંથી શીખો અને પોતાની ક્ષમતાથી જે પણ સંભવ છે, તે કરો. નિષ્ફળતાઓ મળી શકે છે. એક રોકેટના નિષ્ફળ જવાના હજારો કારણો છે. આજે પણ આ મિશન નિષ્ફળ થઈ શકે છે પરંતુ, આપણે તે કરવું પડશે, જે કરવાની જરૂર છે.

ચંદ્રયાન -3ના પ્રક્ષેપણની જાહેરાત ચંદ્રયાન-2ના લેન્ડર-રોવરના દુર્ઘટનાગ્રસ્ત થવાના ચાર વર્ષ બાદ થયુ છે. ચંદ્રયાન-3 મિશનના જુલાઈમાં શ્રીહરિકોટાના સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ચંદ્રમાના એ હિસ્સા સુધી પ્રક્ષેપિત થવાની આશા છે, જે સૂર્યની બ્રહ્માંડીય કિરણોથી બચાવીને ઘણી હદ સુધી અંધારામાં રહે છે.

ISROના વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટિ કરી કે, મિશન તૈયાર થવાના અંતિમ ચરણમાં છે અને હવે યૂઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં પેલોડને એકીકૃત કરવામાં આવી રહ્યા છે કારણ કે, ટીમ ભારતના સૌથી ભારે રોકેટ, લોન્ચ વ્હીકલ માર્ક- III પરના મધ્ય જુલાઈ સુધી લોન્ચિંગના લક્ષ્યને પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે.

ચંદ્રયાન-2 મિશન 2018માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન ત્રણ અલગ-અલગ પ્રણાલીઓઓ ઓર્બિટર, લેન્ડર અને રોવરનું અનોખું સંયોજન હતું. ઓર્બિટર ચંદ્રમાની ચારેબાજુ એક કક્ષામાં સ્થાપિત થશે જ્યારે, લેન્ડર અને રોવર ઇકાઈ ચંદ્રમાના સુદૂર ભાગ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયુ.

ભારતીય અંતરિક્ષ એજન્સી પોતાના ખર્ચના પ્રભાવી દ્રષ્ટિકોણ માટે ઓળખાય છે. તેણે ચંદ્રયાન-3ની સાથે માત્ર એક લેન્ડર અને એક રોવર લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે, જેનો ઉદ્દેશ્ય નવા ચંદ્ર મિશન માટે ચંદ્રયાન-2 ના ઓર્બિટરને ફરીથી તૈયાર કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp