અગ્નિપથ ભરતીના નિયમોમાં ફેરફાર, આ ડિગ્રીધારકો પણ કરી શકશે અરજી

ગયા વર્ષે કેન્દ્રની NDA સરકારે ત્રણેય સેનાઓમાં સૈનિકોની ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. સરકારે હવે અગ્નિપથ યોજના હેઠળ ભરતીના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આ અંતર્ગત ITI-પોલીટેકનિક પાસ આઉટ પણ અરજી કરી શકશે.

સેનાએ અગ્નિપથ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે પાત્રતાના માપદંડમાં વધારો કર્યો છે. પૂર્વ-કુશળ યુવાનો પણ અગ્નિપથ ભરતીમાં ભાગ લઈ શકશે. ITI- પોલિટેકનિક પાસ આઉટ, ટેકનિકલ શાખામાં અરજી કરી શકશે. આનાથી પૂર્વ-કુશળ યુવાનોને વિશેષ પ્રોત્સાહન મળશે. એટલું જ નહીં, તેની તાલીમનો સમય પણ ઓછો હશે. આ મોટા ફેરફાર બાદ હવે વધુ યુવા ઉમેદવારોને આ યોજનામાં જોડાવાની તક મળશે.

અહીં તમને જણાવી દઈએ કે, ગત 16 ફેબ્રુઆરીથી અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેનામાં અગ્નિવીરોની ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે. અગ્નિપથ ભરતી વર્ષ 2023-24 માટે અપરિણીત પુરૂષ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જઈને ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે જ્યારે પસંદગી કસોટી 17 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે.

બહાર પાડેલી સૂચના મુજબ, અગ્નિવીર જનરલ ડ્યુટી, ટેકનિકલ ક્લાર્ક, સ્ટોર કીપર, ટ્રેડ્સમેનની જગ્યાઓ ભરવામાં આવશે. અગ્નિવીર પસંદગી પ્રક્રિયામાં તાજેતરના ફેરફારો પછી, હવે ઉમેદવારોએ પહેલા લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. આમાં લાયકાત ધરાવતા ઉમેદવારોને જ શારીરિક કસોટી માટે આમંત્રિત કરવામાં આવશે. લેખિત પરીક્ષા 17 એપ્રિલે લેવામાં આવશે.

16 ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ધોરણ 10 પાસ ઉમેદવારો અગ્નિવીર (જનરલ ડ્યુટી) (તમામ આર્મ્સ) માટે અરજી કરી શકે છે. જ્યારે, અગ્નિવીર (ટેકનિકલ) (તમામ આર્મ્સ) માટે 12મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે 12મું પાસ અગ્નિવીર ક્લાર્ક (સ્ટોર કીપર)ની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. 8મું-10મું પાસ ઉમેદવારો અગ્નિવીર ટ્રેડ્સમેનની જગ્યાઓ માટે અરજી કરી શકે છે. હવે થયેલા નવા બદલાવ મુજબ ITI-પોલીટેકનિક પાસ આઉટ યુવાનો પણ અરજી કરી શકશે. આ પ્રશિક્ષિત યુવાનોએ સેનાની ટેકનિકલ શાખામાં અરજી કરવાની રહેશે. તેમની તાલીમ પણ ઓછા સમયની હશે.

About The Author

Top News

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા

ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લામાં પ્રયાગરાજ-કાનપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર એક ટ્રક ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી. ડ્રાઈવર અને હેલ્પર ગંભીર...
National 
માનવતા નેવે મૂકાઈ... ટ્રકનો ડ્રાઇવર પીડાથી કણસતો રહ્યો પણ લોકો ટેન્કરમાંથી ડીઝલ લૂંટતા રહ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.