ટ્રાફિક પોલીસ કેટલી હોશિયાર, બાઇક ચાલકને આપી દીધું સીટ બેલ્ટનું ચલણ

PC: indiatv.in

બિહાર સરકારનો ટ્રાફિક વિભાગ પોતાના કારનામાઓને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. આ પ્રકારની વધુ એક ઘટના સામે આવી છે, જ્યાં ટ્રાફિક પોલીસે એક બાઇક સવારને સીટ બેલ્ટનું ચલણ ફાડી આપ્યું. ઘટનાને લઇને મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર સંજય કુમાર અશ્કે જાણકારી આપી છે. આ કારનામા બાદ વાહનવ્યવહાર વિભાગની ખૂબ મજાક ઉડાવવામાં આવી રહી છે. બાઇક પર સીટ બેલ્ટના દંડવાળી રસીદની તસવીર પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

ઘટનાનો ખુલાસો એ સમયે થયો, જ્યારે દંડની રસીદ મળ્યા બાદ યુવકે તસવીર ખેચીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધી. સારણ જિલ્લાના તરૈયા પોલીસ સ્ટેશન વિસ્તારના ડુમરી ગામના રહેવાસી રંજિત કુમાર શુક્રવારે પોતાની બાઇક હીરો સ્પલેન્ડર (BR 04 AA 1622)થી રજીસ્ટ્રી ઓફિસ કચેરીએ જઈ રહ્યો હતો. ત્યારે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન રંજિતની બાઇકની તપાસ થઈ તો તેનો વીમો પૂરો થઈ ગયો હતો.

એ સિવાય ચાલકે હેલમેટ પણ પહેર્યો નહોતો. ત્યારબાદ તપાસ અધિકારીઓ દ્વારા દંડ લગાવતા ચલણની રસીદ હાથમાં પકડાવી દીધી. ચલણ લેતી વખત રંજિતે રસીદ જોઈ નહોતી. તેણે પોલીસકર્મીઓને કહ્યું કે, એટલા પૈસા નથી, ઘરથી લાવીને આપશે. જ્યારે ઘર જઈને તેણે રસીદ જોઈ તો ચોંકી ગયો. રસીદમાં જણાવ્યા મુજબ, 8 હજાર રૂપિયાનો ભારે ભરકમ દંડ લગાવવામાં આવ્યો હતો. આ વાહનવ્યવહાર વિભાગની બેદરકારી છે.

આ ચલણમાં લાઇસન્સ માટે પણ દંડ લગાવવામાં આવ્યો છે, જ્યારે રંજિતે જણાવ્યું કે તેની પાસે લર્નિંગ લાઇસન્સ છે. તેણે કહ્યું કે, આ ભૂલ માટે તે વરિષ્ઠ અધિકારીઓને ફરિયાદ કરશે. રંજિત કુમારને અલગ-અલગ ત્રણ કલમોમાં કુલ 8 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં વાહનવ્યવહાર અધિનિયમ 196 હેઠળ વીમા વિના કે વીમો સમાપ્ત થયા બાદ વાહલ ચલાવવું, બીજો 194 (B) હેઠળ સીટ બેલ્ટ વિના ગાડી ચલાવવા માટે અને ત્રીજો 181 લાઇસન્સ વિના ચલાવવાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ બાબતે જાણકારી આપતા મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર સંજય કુમાર અશ્કે જણાવ્યું કે, આ માનવીય ભૂલ છે. દંડની રસીદ પર આપવામાં આવેલી બધી જાણકારી સાચી છે. ગાડી નંબર, વ્યક્તિનું નામ, સરનામું બધુ સાચું છે. માત્ર 194(D)ની જગ્યાએ 194(B) થઈ ગયું છે. 194(D) હેઠળ હેલમેટ વિના બાઇક ચલાવવાનો દંડ લગાવવામાં અવે છે, તો 194(B) ફોર વ્હીલમાં સીટ બેલ્ટ વિના મુસાફરી કરવાને લઈને લગાવવામાં આવે છે. આ એક માનવીય ભૂલ છે. દંડ ભરતી વખત બધુ સુધારી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp