પ્રેમીને પ્રેમિકાએ ઝેર આપી દીધું, પછી ફોન કર્યો- બચી જા તો ફાંસી લગાવી લેજે

PC: girlfriend

ઉત્તર પ્રદેશના એટાથી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં પ્રેમિકાએ પ્રેમીને બસ સ્ટેશન બોલાવ્યો અને કોલ્ડ ડ્રિન્કમાં ઝેર ભેળવીને આપી દીધું. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે પ્રેમી છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, તો પ્રેમિકાએ કોલ પર તેને કહ્યું કે, આ ઝેરથી બચી જાય, તો ફાંસી લગાવી લેજે.. ઓકે, ગુડબાય. રિપોર્ટ્સ મુજબ, આ આખી કહાની એટાના નારાયણ નગરની રહેવાસી ચિત્રા અને હાથરસના રહેવાસી અંકિત કુમારની છે. બંને ઘણા સમયથી એક-બીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન પરવા માગતા હતા, પરંતુ બંનેની પ્રેમ કહાની ચિત્રાના પરિવારજનોને પસંદ નહોતી અને તેઓ ચિત્રા અને અંકિતના લગ્નની સખત વિરુદ્ધમાં હતા.

ચિત્રાના પરિવારજનોએ તેના લગ્ન બુલંદશહરના રહેવાસી હેમંત સાથે કરી દીધી હતી, છતા ચિત્રા અને અંકિત મળતા રહ્યા. આ વાતથી ચિત્રાનો ભાઈ અમિત ખૂબ નારાજ હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન એક દિવસે ફોન પર ચિત્રાએ અંકિતને એટા બસ સ્ટેશન પર બોલાવ્યો. ચિત્રાએ કોલ્ડ ડ્રિન્કમાં ઝેર ભેળવીને આપી દીધું. થોડા સમય સુધી વાતચીત કર્યા બાદ ચિત્રા પોતાના ઘરે જતી રહી, પરંતુ થોડા સમય બાદ અંકિતની તબિયત બગડવા લાગી, તો અંકિત બસમાં બેસીને મેનપુરી તરફ રવાના થઈ ગયો.

તેણે ચાલુ બસથી પોતાના ભાઈને ફોન કરીને જણાવ્યું કે, તેને કોલ્ડ ડ્રિન્કમાં કંઈક ભેળવીને આપી દીધું છે. તેના કારણે તેની તબિયત ખરાબ થઈ રહી છે. ત્યારબાદ અંકિતને મેનપુરીની જિલ્લા હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો. ત્યાં તેનું મોત થઈ ગયું. હૉસ્પિટલમાં દાખલ અંકિત છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, ત્યારે જ ચિત્રાનો ફોન આવ્યો. કોલ રીસિવ કરવા દરમિયાન અંકિત હાંફતા અવાજમાં હેલ્લો-હેલ્લો બોલે છે અને સામેથી ઘણા સમય બાદ ચિત્રા જવાબ આપે છે. કંઈ ન થાય તો ફાંસી લગાવી લેજે. ગુડબાય. અંકિત કહે છે ‘ઓકે, બીજું કંઈ ખવડાવવું હોય તો પણ ખવાડી દે. ત્યારે ચિત્રા કહે છે બસ એવી જ રીતે પોતાનો જીવ આપી દેજે.

આ કોલ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ એમ લાગી રહ્યું છે કે ચિત્રાએ એ જાણવા માટે ફોન કર્યો હતો કે અંકિત મર્યો છે કે નહીં. એ સિવાય એક અન્ય કોલ રેકોર્ડિંગમાં પ્રેમિકા અંકિતને આવવા માટે દબાવ બનાવે છે. ત્યારે અંકિત 16 માર્ચે આવવાની વાત કહે છે. તેમાં તમામ એવા શબ્દ કહેવામાં આવ્યા છે, જેથી સાબિત થઈ રહ્યું છે કે ચિત્રાએ પહેલા જ હત્યાની આખી યોજના બનાવી લીધી હતી. તેમાં પ્રેમિકા કહે છે કે, છાતી ઠોકીને અવાજે અને છાતીને ઠોકજે પણ. અંકિત સમજાવવાનો પ્રયત્ન કરે છે તો ચિત્રા વાત ફેરવી દે છે. તેને બોલાવવા માટે સાંજનો સમય આપવામાં આવે છે.

મૃતક અંકિતના પરિવારજનોએ આ ફોન રેકોર્ડિંગ પોલીસને સોંપી દીધી છે. જનપદ મેનપુરીમાં અંકિતના મોત બાદ એટા કોતવાલી નગરમાં ચિત્રા અને તેના પતિ હેમંત અને ચિત્રાના ભાઈ સહિત એક અન્ય વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. કેસ થયા બાદ પોલીસે આ આખી ઘટનાની તપાસ તેજ કરી દીધી છે. અંકિતના પરિવારજનો પાસે જે પુરાવા છે, તેને પુરાવા તરીકે વિવેચનામાં સામેલ કરીને આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની વાત કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp