26th January selfie contest

નામીબિયા લવાયેલો ચિત્તો કૂનોમાંથી ભાગી ગયો, આજુબાજુના ગામડાઓમાં ખૌફનો માહોલ

PC: aajtak.in

મધ્ય પ્રદેશમાં શ્યોપુર જિલ્લાના કૂનો નેશનલ પાર્કમાંથી નીકળીને રેસિડેન્શિયલ વિસ્તારમાં પહોંચેલા ચિત્તાઓનું અત્યાર સુધી રેસ્ક્યૂ કરી શકાયું નથી. ઓવાન નામનો આ ચિત્તો રવિવારે ઝાર-બડોદા ગામમાં ઘૂસ્યો હતો. આ ગામ નેશનલ પાર્કથી લગભગ 20 કિલોમીટર દૂર છે. તેની જાણકારી મળતા જ કૂનો નેશનલ પાર્કના મેનેજમેન્ટ સાથે જ વન વિભાગ અને પોલીસની ટીમ પણ ગામમાં પહોંચી ગઈ હતી. બીજી તરફ ચિત્તો ગામ તરફ આવવાથી ગ્રામજનોમાં ડરનો માહોલ છે. તેણે એક ગાયનો શિકાર પણ કર્યો હતો.

જો કે, એમ કહેવામાં આવી રહ્યું છે કે, ચિત્તો ઓવાન કૂનો નેશનલ પાર્ક અને બડોદા ગામ વચ્ચેના જંગલમાં છે. વન વિભાગ અને ચિત્તા મિત્ર ચિત્તાને પાછો જંગલ તરફ મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છે. DFO પ્રકાશ વર્માએ કહ્યું કે, નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યા હતા. તેમાંથી એક ઓવાન નામનો એક ચિત્તો ગામ તરફ ઘૂસી ગયો હતો. RI બદ્રીપ્રસાદ પ્રજાપતિએ જણાવ્યું કે, ઘટનાસ્થળ પર મહેસૂલ, પોલીસ અને વનવિભાગના લગભગ 50 અધિકારી અને કર્મચારી ઉપસ્થિત છે. ચિત્તો અત્યારે પણ ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર છે. તેને બેહોશ કરવા માટે માંસમાં દવાઓ મળાવીને ફેકવામાં આવ્યા.

નામીબિયાના ડૉકટર ચિત્તાને રેસિડેન્શિયલ વિસ્તારમાંથી દૂર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે, ચિત્તો રવિવારે વિજયપુર વિસ્તારમાં ઝાર-બડોદામાં દેખાયો. ગામના જ રહેવાસી રાકેશે જણાવ્યું કે, તેના ઘર પાછળવાળા ખેતરમાં ડુંગળીનો પાક છે. સવારે લગભગ 6 વાગ્યે તેની નજર એ ખેતરમાં ગઈ તો તારો પાસે ચિત્તો સૂતો હતો. તેણે પોતાના ઘરથી ચિત્તાનો વીડિયો બનાવ્યો. ગામથી લગભગ દોઢ કિલોમીટર દૂર 10 દિવસથી ચિત્તાનું મૂવમેન્ટ દેખાઈ રહ્યું હતું.

શનિ-રવિવારની રાત્રે ઓવાન ચિત્તાએ ઝાર-બડોદા ગામથી દોઢ કિલોમીટર દૂર ખેતરો પાસે એક ગાયનો શિકાર પણ કર્યો. તેનું શબ વિસ્તારના ગ્રામજનોએ જોયું. ચિત્તાને ખેતરોમાં પણ જોયા બાદ વિસ્તારના ગ્રામજનોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ખેતરોમાં જતા પણ ડરી રહ્યા છે. કૂનો નેશનલ પાર્કના અધિકારી ચિત્તાથી થોડે દૂર રહીને તેના પર દેખરેખ રાખી રહ્યા છે. રાહ જોવામાં આવી રહી છે કે આ ચિત્તો પોતાની જાતે પરત ફરી જાય.

જો એમ થતું નથી તો તેને ટ્રેકૂલાઇઝ કરીને પાછો કૂનો લઈ જવામાં આવશે. કૂનો પ્રશાસનના અધિકારી ગ્રામજનો સામે આ પ્રકારની ચર્ચાઓ પોતાના ફિલ્ડ ટીમ સાથે કરતા દેખાયા. ચિત્તા ટાસ્ક ફોર્સના અધિકારીઓએ ગત દિવસોમાંઆ ઓવાન, આશા, ફ્રેન્ડી અને એલ્ટન નામના ચિત્તાને વાડાથી ખુલ્લા જંગલમાં રીલિઝ કર્યા હતા. ત્યારબાદ આ ચારેય સતત કૂનોથી બહાર નીકળીને ટિકટોળી વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ગ્રામજનાઓનું કહેવું છે કે સવારથી તેમના ખેતરોમાં ચિત્તો ઘૂસ્યો છે. અમે પહેલા તેને દીપડો સમજી રહ્યા હતા, ત્યારબાદ ખબર પડી કે તે ચિત્તો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp