આ મહિલા રિક્ષા ડ્રાઇવર જે કામ કરે છે, તે જાણીને તમે સલામ કરશો

ચેન્નઇની એક મહિલા ઓટોરિક્ષા ડ્રાઇવર સોશિયલ મીડિયામાં જબરદસ્ત ચર્ચામાં છે, તેની કામગીરીના લોકો વખાણ કરી રહ્યા છે.રાજી અશોક, ચેન્નાઈમાં એક મહિલા ઓટોરિક્ષા ડ્રાઈવર, મહિલાઓ અને વૃદ્ધો માટે ઈશ્વરે મોકલેલ તારણહાર છે એવું લોકો કહે છે.રાજી, જેને ‘ઓટો અક્કા’(સીસ્ટર) તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વૃદ્ધો અને મહિલા પેસેનેજરને મફત સવારી માટે ક્યારેય ના પાડતી નથી.

મહિલાઓ અને વૃદ્ધો માટે આ જાણવા જેવું છે કે જો તમે ક્યારેય ચેન્નઈ યાત્રા પર ગયા હો અને તમે શહેર પહોંચતા-પહુંચતા રાત પડી જાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમને સુરક્ષિત ઘરે પહોંચાડવાની જવાબદારી અક્કા લે છે.

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચેન્નઇમાં રહેતી 50 વર્ષની ઓટોરિક્ષા ચાલક રાજી અશોકએ 23 વર્ષ પહેલા રિક્ષા ચલાવવાનું શરૂ કર્યુ હતું. રાજીનો રિક્ષા ચલાવવાનો હેતુ માત્ર પૈસા કમાવવાનો નથી બલ્કે ઇમરજન્સીમાં મહિલાઓ અને વૃદ્ધોને  મફતમાં તેમના ગતંવ્ય સ્થાન સુધી સુરક્ષિત પહોંચાડવાનો છે. આના માટે અક્કા એ પણ રૂપિયો લેતી નથી.

મીડિયા સાથેની વાતચીતમાં રાજીએ કહ્યુ કે એક દિવસ તેણે એક રિક્ષા ડ્રાઇવરને નશામાં ધૂત એક મહિલાને લઇને જતા જોયો હતો. તે વખતે મને મહિલાઓની સુરક્ષાનો વિચાર આવ્યો. ત્યારથી અત્યાર સુધી તેમણે મહિલાઓ માટે રાત્રીના સમયે ઓટો ચલાવવાનું શરૂ કર્યુ હતું.

અક્કા મહિલા મુસાફરો માટે દિવસ રાત કશુ જોતી નથી, માત્ર એક કલાકની નોટિસમાં તે મુસાફરની મદદે પહોંચી જાય છે.

રાજી અશોક કેરળની રહેવાસી છે અને ગ્રેજ્યુએટ થયેલી છે. તે લગ્ન પછી પતિની સાથે ચેન્નઇ શિફ્ટ થઇ ગઇ હતી. તેનો પતિ પણ ઓટો ચલાવે છે. જ્યારે અક્કાને ગ્રેજ્યુએટ છતા નોકરી ન મળી તો તેણે પણ પરિવારને સપોર્ટ કરવા માટે રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધુ હતું.

રાજી અશોકનું માનવું છે કે આપણે મહિલાઓને મફતમાં ડ્રાઇવિંગની તાલીમ આપવાની જરૂરત છે કારણકે અનેક અશિક્ષિત મહિલાઓ સાવ ઓછા પગારે કામ કરે છે. જ્યારે રિક્ષા ચલાવવામાં મહિને 15થી 20 હજાર રૂપિયા કમાણી થઇ જાય છે. અત્યાર સુધીમાં અક્કાએ 10 હજારથી વધારે મહિલાઓને મફતમાં સવારી કરી ચૂકી છે. એટલું જ નહી તે મફતમાં ઓટો ચલાવતા પણ શિખવાડે છે.

ખરેખર, અક્કાની કામગીરીને સલામ છે, કારણકે તેણી એટલી રૂપિયાવાળી નથી કે મફતમાં સવારી લઇ જવાનું પોષાય, પરંતુ તેનો જૂસ્સો છે મહિલાઓની સુરક્ષાનો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp