BCCIએ જેની હકાલપટ્ટી કરેલી એ ચેતન શર્મા ફરી બન્યા ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર

PC: facebook.com/profile.php?id=1008855930&sk=photos

વર્લ્ડ કપ સહિતની મેચોમાં ખરાબ પ્રદર્શન બાદ જેમને ચીફ સિલેકટર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા તે જ ચેતન ર્શમા પર BCCIએ પસંદગીનો કળશ ઢોળ્યો છે. ચેતન શર્માને ફરી ચીફ સિલેકટર બનાવાયા છે.

ભારતીય ક્રિક્રેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્રારા 7 જાન્યુઆર, શનિવારે ટીમ ઇન્ડિયાની નવી પસંદગી સમિતિની જાહેરાત કરવામાં આવી છે. ફરી એક વાર ચીફ સિલેકટર તરીકે પસંદગીનો કળશ ચેતન શર્માના શિરે આવ્યો છે. ફરી એકવાર પૂર્વ ક્રિક્રેટર ચેતન શર્માને ચીફ સિલેકટર બનાવવામાં આન્યા છે. -20 વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન પછી BCCIએ આખી પસંદગી સમિતિ વિખેરી નાંખી હતી, એ પછી નવી કમિટીની શોધ ચાલી રહી હતી. હવે BCCIએ જે નવી કમિટીની જાહેરાત કરી છે તેમાં ચેતન શર્મા ( ચેરમેન) ઉપરાંત શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જિ, સલિલ અંકોલા અને શ્રીધરન શરથનો સમાવેશ થાય છે.

 અત્યારે ભારતીય ટીમ શ્રીલંકા સામે T-20 સીરિઝ રમી રહી છે, એ પછી વન-ડે સીરિઝ પણ રમાવવાની છે. નવી પસંદગી સમિતિ સામે હવે ન્યૂઝીલેન્ડ સીરિઝ માટે ટીમની પસંદગીનો એક પડકાર રહેશે. સાથે સૌથી મોટો નિર્ણય એ લેવાનો છે કે શું T-20 ફોર્મેટ માટે કેપ્ટન અલગ બનાવવામાં આવશે? આ વર્ષે વર્લ્ડ કપ પણ રમાવવાનો છે, એવામાં નવી સિલેકશન કમિટીએ અત્યારથી રોડ મેપ બનાવવો પડશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એ શનિવારે જાહેરાત કરી હતી કે સુલક્ષણા નાયક, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા નવી ઓલ ઇન્ડિયા સીનિયર સિલેકશન કમિટીની પસંદગી કરવામાં આવી છે. આ માટે લગભગ 600 અરજીઓ મળી હતી, ત્યારબાદ 11ની પસંદગી કરવામાં આવી હતી અને તે બધા માટે વ્યક્તિગત ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. અંતે, સલાહકાર સમિતિએ આ પાંચને સિનિયર સિલેકશન કમિટી માટે પસંદ કર્યા છે.

અગાઉની પસંદગી સમિતિના કાર્યકાળ દરમિયાન ટીમ ઈન્ડિયાને કોઈ મોટી સફળતા મળી ન હતી, એશિયા કપ, બે ટી-20 વર્લ્ડ કપમાં શરમજનક હાર સિવાય ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં મળેલી હારથી બધા પરેશાન થઈ ગયા હતા. આ દરમિયાન પસંદગી સમિતિ પર પણ સવાલો ઉઠ્યા હતા, જ્યારે ટી-20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો ત્યારે BCCIએ પસંદગી સમિતિને હટાવી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp