છત્તીસગઢના CM બેઠકમાં કેન્ડી ક્રશ રમતા હતા, ટ્રોલ થયા તો જવાબ પણ કર્યો

PC: twitter.com

છત્તીસગઢના કોંગ્રેસના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ટ્રોલ થવાનું કારણ બની હતી. વાયરલ થયેલી તસ્વીરમાં મુખ્યમંત્રી બઘેલ કોંગ્રેસની મિટિંગ વાળા રૂમમાં Candy Crush રમતા નજરે પડ્યા હતા. ભાજપે એની સામે સવાલ ઉઠાવ્યા તો મુખ્યમંત્રીએ પલટવાર કર્યો અને પોતાની ગેમનું લેવલ પણ ગણાવી દીધું હતું.CMએ કહ્યું કે અત્યારે તો હું 4400ના લેવલ પર છું.

આમ તો જિંદગીમા અનેક પ્રકારના ખેલ હોય છે અને અનેક પ્રકારના નેતા. રાજનેતાઓ દાવ રમવામાં માહિર હોય છે. વિક્ટિમ કાર્ડ પણ રમી નાંખતા હોય છે, રાજકારણ માટે આગ સાથે પણ રમત કરતા હોય છે. દાવ રાજકારણીઓ માટે ડાબા હાથનો ખેલ છે.

પરંતુ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેસ બઘેલ અલગ રમતને કરાણે ટ્રોલ થઇ રહ્યા છે. એક તસવીરમાં ભૂપેશ બઘેલ Candy Crush રમતા જોવા મળી રહ્યા છે અને સાથે સાથે ટ્રોલ પણ થઇ રહ્યા છે. મુખ્યમંત્રી ટ્રોલ થયા તો તેઓ વિરોધીઓને x પ્લેટફોર્મ પર ‘Sugar Crush’ કરતા પણ જોવા મળ્યા. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ Candy Crushનું લેવલ પણ બતાવી દીધું હતું.

વાત મંગળારની છે જ્યારે કોંગ્રેસની સ્ક્રીનીંગ કમિટીની બેઠક ચાલી રહી હતી. એ રૂમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ હતા અને તેઓ પોતાના મોબાઇલ પર Candy Crush રમી રહ્યા હતા. CMની સાથે રૂમમાં કુમારી સૈલજા, નાયબ મુખ્યમંત્રી ટી.એસ. સિંહદેવ, વગેરે પણ હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર સામે ભાજપે દાવ લીધો અને X પ્લેટફોર્મ પર લખ્યું કે, ભુપેશ બઘેલ નિશ્ચિંત છે, તેમને ખબર છે કે ગમે તેટવા માથા પછાડો તેમની સરકાર તો આવવાની જ નથી. એટલે મિટીંગમાં ધ્યાન આપવાને બદલે Cancy Crush રમવાનું તેમને ઉચિત લાગ્યું. ભાજપના અમિત માલવિયા અને છત્તીસગઢના ભાજપ પ્રમુખ અરુણ સાવે પણ x પ્લેટફોર્મ પર કોમન્ટ કરી.

પછી વારો આવ્યો ભૂપેશ બઘેલનો. તેમણે લખ્યું તેમને મારા હોવા પર પણ વાંધો છે. તેઓ આટલેથી અટક્યા નહીં, એક યૂઝરે બધા પોતાનું લેવલ બતાવી દે ટાઇપની વાત કરી તો બઘેલે પોતાનું Candy Crushનું લેવલ પણ બતાવી દીધું.

સોશિયલ મીડિયા પર બબાલ ચાલતી રહી હતી એ પછી ભૂપેશ બઘેલ પણ કેન્ડી ક્રશ પર મીડિયા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. કહ્યું કે, શું+ Candy Crush રમવું એ ગુનો છે? અમે હંમેશા સ્પોર્ટ્સના સ્પિરિટમાં રહીએ છીએ. હું તણાવમાં નથી રહેતો. ભાજપના લોકો ચૂંટણી વખતે એક્ટિવ રહે છે, હું પાંચ વર્ષ સુધી એક્ટિવ રહું છું. હું તણાવમાં નથી રહેતો. ચૂંટણીનો તબક્કો આગળ વધશે, હું તણાવમુક્ત બનીશ.

એ પછી પોતાનું સિક્રેટ અને પક્ષ બતાવીને મુખ્યમંત્રીએ કહ્યુ કે, ડિનર લીધા પછી રાત્રે હું થોડો સમય Candy Crush રમું છું. મંગળવારે રાત્રે ડિનર પછી મિટીંગ હતી, પરંતુ હું વહેલો પહોંચી ગયો હતો, મિટીંગ પહેલાં Candy Crush રમતો હતો. જેવી બેઠક શરૂ થઇ કે મેં રમવાનું બંધ કરી દીધું હતું, તેમાં તકલીફ શું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp