પતિએ કહ્યુ- પત્ની દારૂ પીવાની આદી છે અને ગુટખા ખાઈને રૂમમાં અહીં તહીં થૂંકે છે
છત્તીસગઢ હાઈ કોર્ટમાં એક એવો મામલો સામે આવ્યો છે, જે ચર્ચાનો વિષય બનેલો છે. એક પરેશાન પતિએ હાઈ કોર્ટને કહ્યું છે કે કંઈ રીતે તેની પત્ની દારૂ પીવાની આદી છે અને ગુટખા ખાઈને રૂમમાં અહીં તહીં થૂંકી દે છે, ના પાડવા પર તેણે ત્રણ વખત પોતાની જાન લેવાની કોશિશ કરી અને પરિવારના લોકોને ફસાવવાની કોશિશ કરી હતી. છત્તીસગઢ હાઈ કોર્ટે કહ્યું છે કે આ રીતનો વ્યવહાર ગંભીર રીતની ગેરજવાબદારી અને ક્રૂરતા છે.
છત્તીસગઢના બિલાસપુર હાઈ કોર્ટે ડિવોર્સને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે પત્ની જો પુરુષની જેમ પાન મસાલા, ગુટખા અને દારૂની સાથે માંસ ખાઈને પતિને હેરાન કરે છે. તો તે ક્રૂરતા છે. બિલાસપુર હાઈ કોર્ટના જસ્ટીસ ગૌતમ ભાદુડી અને જસ્ટીસ રાધાકિશન અગ્રવાલની ડબલ બેન્ચે આ આધારો પર પતિનો ડિવોર્સ માંગવાનો અધિકાર કહ્યો છે. અસલમાં કોરબા જિલ્લાના બાંકીમોંગરાના યુવકના લગ્ન કટધોરાની એક યુવતી સાથે થયા હતા.
લગ્નના માત્ર સાત દિવસ પછી 26 મે 2015ની સવારે તેની પત્ની બેડમાં બેહોશ થઈને પડી ગઈ હતી. પતિ તેનો ઉપચાર કરાવવા લઈને ગયો તો ખબર પડી કે તે દારૂ પીવાની સાથે જ નોનવેજ અને ગુટખાની આદી છે. તેને લઈને પરિવારના લોકોએ તેને સમજાવી. તેના પછી પણ તે નહીં માની અને પત્નીએ સાસરાના લોકો સાથે ખરાબ વર્તન કરવાનું શરૂ કરી દીધું. પત્ની ગુટખા ખાઈને બેડરૂમમાં અહીં તહીં થૂંકી દેતી હતી અને ના પાડવા પર ઝઘડો કરવા લાગતી હતી.
તેણે 30 ડિસેમ્બર 2015ના રોજ પોતાને આગ લગાવીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. સાસરાના લોકોએ આગ ઓલવીને તેની જાન બચાવી હતી. તેના પછી બે વખત છત પરથી કૂદીને અને બે વખત કીટનાશક પીને આત્મહત્યા કરવાની કોશિશ કરીને સાસરાલોકો પર જ આરોપ લગાવ્યો હતો. હાઈકોર્ટે તેને ગંભીર પ્રકૃતિની ગેર જવાબદારી અને ક્રૂરતા કહી છે. કોરબાના ફેમીલી કોર્ટે ડિવોર્સ માટે દાખલ પતિની અરજી ખારીજ કરી દીધી હતી. જેના પછી તેણે હાઈ કોર્ટમાં અરજી કરી હતી. જસ્ટીસ ગૌતમ ભાદુડી અને જસ્ટીસ રાધાકિશન અગ્રવાલની ડિવીઝન બેન્ચે પ્રકરણની સુનાવણી પછી પતિની રીટ અપીલ સ્વીકાર કરીને આદેશ આપ્યો કે ફેમિલી કોર્ટે સુનાવણીમાં તથ્યોનું ધ્યાન રાખવું જોઈતું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp