BJP કાર્યકર્તાઓની બસ ટ્રેલર સાથે ટકરાઇ, 2 લોકોના મોત

PC: indiatv.in

છત્તીસગઢના બલતરામાં હાઇવે પર એક ગોઝારો અકસ્માત થયો છે. અહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં સામેલ થવા જઈ રહ્યા હતા. અંબિકાપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટી (BJP) કાર્યકર્તાઓની એક બસ ટ્રેલર સાથે ટકરાઇ ગઈ, જેમાં 2 લોકોના મોત થઈ ગયા, જ્યારે 6 ઇજાગ્રસ્ત થઈ ગયા છે. બસમાં કુલ 40 ભાજપના કાર્યકર સામેલ હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે, જ્યાં 3 ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

બધા લોકો અંબિકાપુરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં સામેલ થવા રાયપુર જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે બસનો મોટા ભાગનો હિસ્સો ક્ષતિગ્રસ્ત થઈ ગયો. ઘટસ્થળ પર પહોંચેલી રેસ્ક્યૂ ટીમે સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક બહાર કાઢ્યા અને હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. ભારે વરસાદ વચ્ચે ડ્રાઇવરને ઝોકું આવવાથી આ અકસ્માત થવાની આશંકા છે.

આ બાબતે ટ્વીટ કરતા છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે લખ્યું કે, ‘માનનીય પ્રધાનમંત્રીજીની સભામાં સામેલ થવા અંબિકાપુરથી આવી રહેલી બસ બિલાસપુર નજીક દુર્ઘટનાગ્રસ્ત થવાના દુઃખદ સમચાર મળ્યા છે. 2 લોકોના દુઃખદ મોતના સમાચાર મળ્યા છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને હિંમત આપે. 3 લોકો ગંભીર ઇજાગ્રસ્ત અને 3 લોકો ઇજા થવાની જાણકારી છે. અમે બધાના તાત્કાલિક સ્વાસ્થ્ય લાભની કામના કરીએ છીએ. માનનીય પ્રધાનમંત્રીજીની સભામાં સામેલ થવા આવી રહેલી બસની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયતા રકમની જાહેરાત કરું છું.

પ્રશાસનને ઇજાગ્રસ્તોની સંપૂર્ણ સારવારના નિર્દેશ આપ્યા છે. અમે બધા તેમના પરિવારો સાથે આ મુશ્કેલ સમયમાં ઊભા છીએ.’ ઉલ્લેખનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાયપુરમાં એક જનસભાને સંબોધિત કરવાના છે. રેલી અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, ‘કાલે રાયપુરમાં છત્તીસગઢ ભાજપની રેલીમાં જનતા-જનાર્દન સાથે સંવાદને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. છત્તીસગઢના લોકોનો હંમેશાંથી ભાજપ સાથે ખૂબ મજબૂત સંબંધ રહ્યો છે. મને વિશ્વાસ છે કે, તેઓ પોતાનો આશીર્વાદ હંમેશાં બનાવી રાખશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 30 અને 33 કિલોમીટર લાંબા રાયપુર-કોડેબોડ ખંડના 4 લેન, નેશનલ હાઇવે 130ના 53 કિમી લાંબા 4 લેનવાળા બિલાસપુર-પથરાપાલી ખંડને રાષ્ટ્રને સમર્પિત કરશે અને આધારશિલા પણ રાખશે. વડાપ્રધાન આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થીઓને 75 લાખ કાર્ડ વિતરણની શરૂઆત કરશે અને અંતાગઢ (કાંકેર જિલ્લા)થી રાયપુર માટે એક નવી ટ્રેનને લીલી ઝંડી દેખાડશે. ત્યારબાદ વડાપ્રધાન એ જ જગ્યા પર એક સાર્વજનિક બેઠકને સંબોધિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp