રિષભ પંતની ખબર પૂછવા CM હોસ્પિટલ પહોંચ્યા, આપ્યું તેનું હેલ્થ અપડેટ

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ક્રિકેટર રિષભ પંતને મળવા માટે મેક્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે, બે દિવસોમાં રિષભ પંતની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે. ડોક્ટર અને BCCIના લોકો સતત સંપર્કમાં છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, હજુ રિષભ પંત મેક્સ હોસ્પિટલમાં જ રહેશે. બહારની ઇજાઓ સારી થયા પછી જ તેના લિગામેન્ટની ટ્રીટમેન્ટ વિશે આગળ નિર્ણય લેવામાં આવશે.

મુખ્યમંત્રી ધામીએ મીડિયાને જાણકારી આપી કે, બે દિવસોમાં રિષભ પંતની હાલતમાં ઘણો સુધારો આવ્યો છે. ડોક્ટર અને BCCIના અધિકારીઓ સતત સંપર્કમાં રહે છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીની રિષભ પંતની માતા સાથે પણ વાતચીત થઇ છે. તે દરેક લોકો જે ઇલાજથી સંતુષ્ટ છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે, તે જલ્દી સારો થઇ જાય.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એલાન કર્યું છે કે, તેમની સરકાર ગણતંત્ર દિવસ પર બન્નેને સન્માનિત કરશે. ધામીએ કહ્યું કે, ડ્રાઇવર અને કંડક્ટરે રિષભ પંતનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.

રિષભ પંતનો ઉત્તરાખંડની એક હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. 30મી ડિસેમ્બરના રોજ સવારે લગભઘ 5.30 કલાકે પંત દિલ્હીથી પોતાની માતાને મળવા અને સરપ્રાઇઝ આપવા માટે રૃડકી જઇ રહ્યો હતો અને તે જ સમયે રસ્તામાં એક ગંભીર દુર્ઘટના તેની સાથે થઇ હતી. આ દરમિયાન તેની કાર હમ્માદપુર ઝાલ પાસે રુડકીની નારસન બોર્ડર પર ડિવાઇડરથી અથડાઇ ગઇ હતી. ઘટના દરમિયાન તે કારમાં એકલો જ હતો. એક્સિડન્ટમાં તેની પીઠ, માથા અને પગમાં ગંભીર ઇજાઓ આવી છે.

ઘટના સ્થળ પરથી મળેલી તસવીરો અનુસાર, કાર સંપૂર્ણ રીતે સળગી ગઇ હતી અને દુર્ઘટનાના સમયે પંત ગાડી ચલાવી રહ્યો હતો. હરિદ્વાર SP સ્વપન કિશોરે કહ્યું કે, પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, જો પ્લાસ્ટિક સર્જરીની જરૂર હશે તો તેને દિલ્હી લઇ જવામાં આવી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, તેને ગાડી ચલાવતી વખતે ઉંઘ આવી ગઇ હતી તેથી તેમે ગાડી પરથી કાબૂ ગુમાવી દીધો અને તેની ગાડી ડિવાઇડર સાથે અથડાઇ ગઇ હતી અને ગંભીર અકસ્માત થયો હતો.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.