ચૂંટણીઃMPની BJP સરકારની જાહેરાત,શ્રાવણમાં ગેસ બોટલ 450મા આપશે,મહિલાઓને 1250 આપશે

PC: facebook.com/ChouhanShivraj

રક્ષાબંધનને તહેવારને હવે બે દિવસની વાર છે ત્યારે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બહેનો માટે સરકારનો ખજાનો ખુલ્લો મુકી દીધો છે. તેમણે ગેસ સસ્તામાં આપવા સહિતની અનેક જાહેરાત કરી છે.

મધ્ય પ્રદેશમાં હવે નજીકના દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે અનેક મોટી જાહેરાતો કરી છે. તેમણે રવિવારે પોતાની સરકારની ‘લાડલી બહેના’ યોજના હેઠળ આયોજિત સંમેલનમાં જાહેરાત કરી હતી કે શ્રાવણ મહિનામાં રસોઇ ગેસ માત્ર 450 રૂપિયામાં મળશે.એટલું જ નહીં મુખ્યમંત્રીએ રક્ષાબંધના તહેવારને ધ્યાનમાં રાખીને પ્રદેશની મહિલાઓને દર મહિને મળતી 1000 રૂપિયાની રકમ વધારીને 1250 કરી દીધી છે. મતલબ કે લાડલી બહેન યોજનાનો લાભ લેનારી મહિલાઓને 1000ને બદલે 1250 રૂપિયા મળશે.

લાડલી બહેના સંમેલનમાં શિવરાજે કહ્યું કે રાજ્યમાં નશાની પ્રવૃતિને રોકવા માટે આવતા વર્ષથી નવી દારૂની નીતિ બનાવવામાં આવશે. જ્યાં બહેનો ઈચ્છતી નથી ત્યાં દારૂની દુકાનો ખુલશે નહીં. અનામત અંગે મોટી જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે અત્યાર સુધી પોલીસ વિભાગમાં મહિલાઓને 30 ટકા અનામત મળતું હતું, પરંતુ હવે 35 ટકા અનામત રહેશે.

મુખ્યમંત્રી શિવરાજે આગળ કહ્યું કે,શિક્ષકોની ભરતીમાં મહિલાઓ માટે 50 ટકા અનામત રાખવામાં આવશે. બાકીની 35 સરકારી ભરતીઓમાં મહિલાઓને 35 ટકા અનામત મળશે. મધ્ય પ્રદેશમાં દીકરીઓ ભણી શકે તે માટે વહાલી બહેનોની દીકરીઓની સ્કૂલ ફી સરકાર ચૂકવશે.

તેમણે કહ્યું કે જે બહેનો પાસે રહેવા માટે જમીન નથી તેવી બહેનોને તેમના જ ગામમાં મફત પ્લોટ આપવામાં આવશે અને શહેરોમાં માફિયાઓ પાસે ખાલી કરાવવામાં આવેલી જમીન પર ઘર બનાવીને મહિલાઓના નામ પર કરવામાં આવશે.વધેલા વીજ બિલોની વસુલાત નહીં કરવામાં આવે.સપ્ટેમ્બરમાં વધેલા બિલને શૂન્ય કરી દેવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે ગરીબ બહેનોનું વીજ બિલ મહિને માત્ર 100 રૂપિયા જ આવે, તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. 900 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી દરેક ઘરમાં વીજળી પહોંચી જશે.

મધ્યપ્રદેશની શિવરાજ સરકાર લાડલી બહના યોજના હેઠળ નોંધાયેલી મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયાનો આર્થિક લાભ આપી રહી છે. તે જ સમયે કોંગ્રેસના નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે પણ સત્તામાં પાછા ફરવા પર આર્થિક મદદની જાહેરાત કરેલી છે. કમલનાથે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનશે તો સન્માન યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાનો વાયદો કરેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp