દીકરીને સાંપ કરડ્યો. રસ્તો ન હોવાથી માતા ઉચકીને 6 કિમી ચાલી છતાં બચાવી ન શકી
તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં 18 મહિનાની એક બાળકીનું સાંપ કરડવાથી મોત થઈ ગયુ કારણ કે, વિસ્તારમાં રસ્તા ના હોવાના કારણે તેને સમયસર હોસ્પિટલ ના પહોંચાડી શકાઈ. એમ્બ્યુલન્સ દ્વારા તેને અડધા રસ્તામાં જ છોડી દેવાયા બાદ બાળકીને ખોળામાં લઇને માતાએ 6 કિલોમીટર સુધી ચઢાઈ કરવી પડી. સાંપના કરડવાની ઘટના બાદ માતા-પિતા અને સગા સંબંધીઓ 18 મહિનાની ધનુષ્કાને વેલ્લોરની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ, બાળકીનું મોત રસ્તામાં જ થઈ ગયુ. બાળકીના પરિવારજનોનો આરોપ છે કે, રસ્તા સારા ના હોવાના કારણે હોસ્પિટલ પહોંચવામાં મોડું થઈ ગયુ અને આ કારણે જ બાળકીને સમયસર સારવાર ના મળી શકી.
વેલ્લોરના કલેક્ટરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તળેટીમાં એક મિની એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હતી અને જો પરિવારે આશા વર્કર્સનો સંપર્ક કર્યો હોત, તો બાળકીની પ્રાથમિક સારવાર થઈ શકી હોત. તેમણે જણાવ્યું કે, બાળકીના માતા-પિતાએ આશા વર્કર્સનો સંપર્ક ના કર્યો અને મોટરસાઇકલ પર બાળકીને લઇ જવાનો નિર્ણય કર્યો. કલેક્ટરે એવુ પણ જણાવ્યું કે, તે વિસ્તારમાં રસ્તા બનાવવાનો પ્રયત્ન પહેલાથી જ ચાલુ છે અને ત્યાં આશરે 1500 લોકોની છૂટી છવાઈ આબાદી છે. વિસ્તારમાં રસ્તા બનાવવા માટે વન વિભાગ પાસેથી મંજૂરી લેવા માટે જરૂરી અરજીઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. અન્નાઈકટ્ટૂ પોલીસે જરૂરી ધારાઓ અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) ની તામિલનાડુ એકમના પ્રમુખ કે. અન્નામલાઈએ તેને ખૂબ જ દર્દનાક ઘટના જણાવતા તેની ટીકા કરી અને કહ્યું કે, આ ઘટના માટે સંપૂર્ણરીતે રાજ્ય સરકાર જવાબદાર છે. તેમણે કહ્યું, વેલ્લોરની ઘટના ખૂબ જ દર્દનાક છે, જેમા એક દોઢ વર્ષની બાળકીનું સાંપ કરડવાથી મોત થઈ ગયુ કારણ કે, ખરાબ રસ્તાઓના કારણે બાળકીને યોગ્ય સમયે હોસ્પિટલ પહોંચાડી ના શકાઈ. બાળકીના માતા-પિતા પ્રત્યે સંવેદના...
તેમણે એવુ પણ કહ્યું હતું કે, રસ્તાની યોગ્ય સુવિધાના અભાવમાં બાળકીનું મોત અસ્વીકાર્ય છે. આ એના કરતા પણ વધુ ખરાબ હતું કે, બાળકીના માતા-પિતાએ તેને ઉંચકીને ઘણા કિલોમીટર સુધી પગપાળા ચાલતા જવુ પડ્યું. આ તકલીફની એ ઇન્તેહા છે, જેનો અનુભવ કોઈને પણ મળવો ના જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp