રાષ્ટ્રધ્વજની ગરીમાને બચાવવા બાળકે જે કામ કર્યું તેને સલામ, જુઓ Video

PC: ndtv.in

દેશના 77માં સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં લોકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. દરેકના ઘરે ધ્વજ ફરકાવવામાં આવ્યો અને આખો દેશ દેશભક્તિની ભાવનામાં જોવા મળ્યો. પણ અમુક નાસમજ લોકોએ ધ્વજને એમ જ ફેંકી દીધા. તો અમુક એવા લોકો પણ સામે આવ્યા જેઓ આપણા રાષ્ટ્રધ્વજની ગરિમાને સમજે છે અને તેના સન્માન માટે કશુ પણ કરી શકે છે. આવા જ એક બાળકનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જે નાળામાં વહેતા રાષ્ટ્રધ્વજને કાઢવા માટે પોતે એમાં ઉતરી જાય છે.

બાળકે ગંદા પાણીમાંથી ધ્નજ કાઢ્યો

ઝિંદગી ગુલઝાર હે નામના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં સ્કૂલના યૂનિફોર્મમાં એક બાળક જોવા મળી રહ્યો છે. જે તિરંગાની શાનને બચાવવા માટે પોતે ગંદા પાણીમાં ઉતરી જાય છે. આ દરમિયાન બાળક પાણીમાં પડેલા ધ્વજોને બહાર કાઢી લે છે. આ જ કારણ છે કે બાળક હવે લાખો-કરોડો લોકો માટે પ્રેરણાદાયી બન્યો છે. શેર થયા પછીથી આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને શેર પણ કરી રહ્યા છે.

વીડિયો પર માત્ર અમુક જ કલાકોમાં 58 હજારથી વધારે લાઇક્સ આવી ચૂકી છે. વીડિયો પર કમેન્ટ કરી લોકો આ બાળકના જુસ્સાને સલામ કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે આ બાળકને સલામ છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, સૌ કોઈને હાથ જોડીને વિનંતી છે કે જો રાષ્ટ્રધ્વજ સંભાળી શકતા નથી તો તેને ખરીદો પણ નહીં. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ઝંડો આપણી શાન છે. તેનું સન્માન કરવું જોઇએ.

પાણીની અંદર ફરકાવ્યો ધ્વજ

15મી ઓગસ્ટના રોજ મધ્ય પ્રદેશના દુર્ગ જિલ્લામાં રાષ્ટ્રીય સ્તરે તરવામાં મેડલ જીતનારા બાળકોએ નોખી રીતે ધ્વજને સલામી આપી અને આઝાદીની ઉજવણી કરી. દુર્ગ જિલ્લાના પૂરઈ ગામના બાળકોએ તળાવમાં ધ્વજ લહેરાવ્યો.

લગભગ 12થી વધારે સ્વીમરો તળાવમાં ઉતર્યા અને હાથમાં તિરંગો લઇ ભારત માતાની જય અને વંદે માતરમના નારા સાથે તળાવમાં તિરંગો લહેરાવ્યો. ફ્લોટિંગ સ્વિમિંગ એકેડમીના આ બાળકોએ તળાવની અંદર ધ્વજ લહેરાવી જોરદાર પ્રદર્શન આપ્યું અને આઝાદીના દિવસને ખાસ બનાવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp