માતા-પિતાનું ધ્યાન ન રાખ્યું તો સંપત્તિ ગુમાવી દેશે સંતાન, યોગી સરકાર....

PC: theindianexpress.com

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનાર સંતાનો માટે સંપત્તિ પર અધિકારથી જોડાયેલ નિયમમાં સંશોધન કરવા જઇ રહી છે. તેના માટે વરિષ્ઠ નાગરિકોના ભરણ પોષણ અને કલ્યાણલક્ષી નિયમ 2014ને સંશોધિત કરવામાં આવશે. જેનો પ્રસ્તાવ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

30 દિવસમાં સંપત્તિથી બેદખલ કરવાનો અધિકાર

સમાજ કલ્યાણ વિભાગના વકીલો પાસેથી સલાહ લીધા પછી આ નવા કાયદાને યોગી આદિત્યનાથ સામે રજૂ કરવામાં આવશે. આ પ્રસ્તાવમાં વૃદ્ધ માતા-પિતાને પરેશાન કરનારી સંતાનો અને સંબંધીઓને સંપત્તિમાંથી બેદખલ કરવાની પ્રક્રિયાને વધારે સરળ બનાવવામાં આવી રહી છે. 30 દિવસની અંદર સંપત્તિથી સંતાનને બેદખલ કરાવી શકાશે અને તેમાં પોલીસ પણ વૃદ્ધ માતા-પિતાની મદદ કરશે.

જાણકારી અનુસાર, ઉત્તર પ્રદેશમાં માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ નિયમ 2014 બનાવવામાં આવ્યો છે. જે કેન્દ્ર સરકાર દ્વારા માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણ-પોષણ અને કલ્યાણ કાયદો 2007 પર આધારિત છે. જેમાં ફેરફાર 2014માં કરવામાં આવ્યો હતો.

આ નિયમ હેઠળ જિલ્લાધિકારીનની અધ્યક્ષતામાં ભરણ પોષણ અધિકારનું ગઠન કરવામાં આવ્યું છે. એવામાં રાજ્યમાં સપ્તમ વિધિ આયોગે જૂના નિયમોના ઉદ્દેશોને પૂર્ણ કરવામાં સક્ષમ ગણાવેલા નહીં. ત્યારપછી કાયદાના નિયમ 22(ક)22(ખ) અને 22(ગ)ને વધારવાની ભલામણ કરવામાં આવી હતી.

ત્યાર પછી આમાં વરિષ્ઠ નાગરિકોનું ધ્યાન ન રાખવા પર બાળકો કે સંબંધીઓને તે સંપત્તિમાંથી બેદખલ કરવાની જોગવાઇની વાત કરવામાં આવી છે. જે વરિષ્ઠ નાગરિકોનો કાયદાકીય અધિકાર પણ છે. સંપત્તિમાંથી બેદખલ કરવા માટેની અરજી પણ કરી શકાય છે.

સંપત્તિ પર કબ્જો કરવામાં પોલીસ મદદ કરશે

આ પ્રસ્તાવ હેઠળ વરિષ્ઠ નાગરિક પોતાની સંપત્તિમાંથી સંતાનને બેદખલ કરવા માટે ટ્રિબ્યૂનલને પોતાની અરજી આપી શકે છે. જો અરજી આપવામાં સમર્થ નછી તો કોઇપણ સંસ્થા દ્વારા અરજી દાખલ કરી શકાય છે. ટ્રિબ્યૂનલને આ અધિકાર રહેશે કે તે બેદખલ કરવાનો આદેશ બહાર પાડી શકે છે.

સાથે જ જો કોઇ વ્યક્તિ આદેશ બહાર પડ્યા પછીના 30 દિવસની અંદર વરિષ્ઠ નાગરિકની સંપત્તિથી પોતાને બેદખલ કરતો નથી તો ટ્રિબ્યૂનલ વૃદ્ધોને સંપત્તિ પર કબ્જો અપાવવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp