શાળામાં દલિત મહિલાના હાથની રસોઇ બાળકો નહોતા ખાતા, ખબર પડી તો સરકાર હલી ગઇ

PC: indiatoday.in

તમિલનાડુની એક સરકારી શાળામાં એક દલિત મહિલાના હાથની રસોઇ ખાવાનું વિદ્યાર્થીઓએ ઇન્કાર કરી દીધો હતો. મુખ્યમંત્રી MK Stalinએ સરકારી શાળાઓમાં મફતમાં બ્રેકફાસ્ટ સ્કીમ શરૂ કરી છે. એ યોજના હેઠળ શાળામાં બાળકોને ખાવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ એક સ્કુલમાં રાશનનો સ્ટોક વધારે જોવા મળ્યો. જ્યારે એનું કારણ પુછવામાં આવ્યું તો રસોઇ બનાવનારી મહિલાએ કહ્યું કે, બાળકોના માતા-પિતા તેમના બાળકોને શાળામાં ખાવાની મનાઇ કરે છે, કારણકે હું દલિત સમાજમાંથી આવું છું.

સરકારી શાળાનો આ મામલો સ્ટાલિન સરકારની યોજના સાથે જોડાયેલો હોવાને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. એવા સંજોગોમાં રાજ્યના મંત્રીએ પોતે સમાધાન માટે એ શાળામાં જવું પડ્યું.

આ મામલો તમિલનાડુના તૂતૂકુડી જિલ્લામાં ઉસિલમપટ્ટી વિસ્તારમાં બનેલી એક સરકારી શાળાનો છે. અહીં કામ કરતી મુનિયાસેલ્વી મહિલા સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલી છે. તેમને શાળામાં બાળકો માટે ભોજન બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. પરંતુ બાળકો ખાવાનું ખાય નથી રહ્યા.

વાત ત્યારે બહાર આવી જ્યારે ઉસિલમપટ્ટીની આ સરકારી શાળામાં કેટલાંક અધિકારીઓ રાશનનો સ્ટોક જોવા માટે પહોંચ્યા હતા.પરતું શાળામાં રાશનનો સ્ટોક વધારે હતો. જ્યારે સરકારી અધિકારીઓએ મુનિયાસેલ્વીને આનું કારણ પુછ્યું તો તેણીએ કહ્યુ કે, હું દલિત હોવાને કારણે બાળકો મારા હાથનું ખાવાનું આરોગતા નથી. 11 બાળકોમાંથી માત્ર 2 જ બાળકો મારા હાથની રસોઇ જમે છે.

મુનિયાસેલ્વીએ અધિકારીઓને કહ્યું કે, માતા-પિતાએ બાળકોને કહી રાખ્યું છે કે શાળામાં મુનિયાસેલ્વીના હાથનું ખાવાનું ખાવું નહીં. તેણીએ કહ્યું કે હું મહિલા સ્વંય સહાયતા જૂથની સભ્ય છું, પરંતુ હવે તેઓ મને હટાવી રહ્યા છે.મેં એક બાળકને એવું કહેતા સાંભળ્યું હતું કે તેણે જો મારા હાથની બનાવેલું ખાવાનું ખાધું તો ગામમાંથી કાઢી મુકવામાં આવશે તો બાળકને ગામમાંથી કાઢી મુકવામાં આવશે. બાળકોને મારા હાથનું બનાવેલું ખાવાના ખાવામાં કોઇ વાંધો નથી, પરંતુ માતા-પિતા તેમને મંજૂરી આપતા નથી.

મામલો સામે આવ્યા પછી સ્થાનિક પોલીસે બાળકોના માતા-પિતાને બોલાવીને પુછપરછ કરી હતી, પરંતુ કોઇ સમાધાન નિકળ્યુ નહોતું. પછી આ મામલાને જિલ્લા અધિકારી પાસે મોકલવામાં આવ્યો હતો.

જ્યારે આ વિશે DMK સાંસદ કનિમોઝી કરણાનિધી, રાજ્યની સમાજ કલ્યાણ મંત્રી ગીતા જીવન અને જિલ્લાધિકારી સેંથિલ રાજ શાળાએ ગયા હતા અને બધા બાળકો સાથે બેસીને મુનિયાસેલ્વીના હાથે બનાવેલી રસોઇ ખાધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp