બાગેશ્વર ધામમાં મંગળવાર-શનિવારે શાળાએ નથી જતા બાળકો, દુકાનોમાં કામ કરે છે

PC: khabarchhe.com

ગત દિવસોમાં પોતાની ચમત્કારી શક્તિઓના કારણે ચર્ચાઓમાં આવેલા બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી જે ગઢા ગામમાં દરબાર લગાવે છે ત્યાંની સરકારી શાળામાં ભણતા બાળકોનું શૈક્ષણિક સ્તર સતત ઘટતું જઇ રહ્યું છે. શનિવાર અને મંગળવારે શાળામાં ભણવા જનારા બાળકોની સંખ્યા ન બરાબર જ હોય છે. બાળકો શાળામાં બે દિવસે જતા નથી, તેને લઇને એક અખબારે શાળામાં પહોંચીને બાળકો અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી.

ગઢા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા એક પરિસરમાં છે, જ્યાં ધોરણ 1 થી લઇને 8 સુધીના બાળકો ભણે છે. શાળામાં ભણતા બાળકોની સંખ્યા લગભગ 300 છે, પરંતુ મંગળવાર અને શનિવારે શાળાએ જનારા બાળકોની સંખ્યા લગભગ 30 ટકા જ રહે છે. જો કે, આ જાણકારી શાળામાં ભણાવનાર શિક્ષકો મુજબ છે. ગ્રામજનોનું કહેવું માનીએ તો મંગળવાર અને શનિવારે કોઇ પણ બાળક શાળાએ જતું નથી.

બાગેશ્વર ધામમાં મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્ત આવે છે. આવનારા ભક્તોની સંખ્યા લાખોમાં હોય છે આ જ કારણ છે કે શાળામાં ભણતા ઘણા બાળકો મંગળવાર અને શનિવારે બાગેશ્વર ધામ અંદર દુકાન લગાવે છે અને થોડા પૈસા કમાય છે. ગઢા શાળામાં 8માં ધોરણમાં ભનારો હરિશંકર અનુરાગી કહે છે કે તે મંગળવાર અને શનિવારે શાળાએ આવતો નથી કેમ કે તે તે ધામની અંદર ધ્વજ વેચવાનું કામ કરે છે.

તો શાળામાં ભણતો વધુ એક વિદ્યાર્થી હર્ષ પાઠક માત્ર 11 વર્ષનો છે અને છઠ્ઠા ધોરણમાં ભણે છે. હર્ષ બાગેશ્વર ધામની અંદર નારિયેળ પ્રસાદની દુકાન લગાવે છે. હર્ષનું કહેવું છે કે તે પણ શનિવાર અને મંગળવારે 300 રૂપિયા કમાય છે. શાળામાં ભણતા કેટલાક બાળકોનું કહેવું છે કે મંગળવાર અને શનિવારે બાગેશ્વર ધામમાં ભીડ ખૂબ હોય છે આ કારણે તેમના માતા-પિતા તેમને શાળાએ મોકલતા નથી.

શાળાના શિક્ષક જ્વાલા પ્રસાદ શુક્લા કહે છે કે મંગળવાર અને શનિવારે લગભગ 70 ટકા બાળકો શાળાએ આવતા નથી, કેટલાક બાળકો ભીડના કારણે નથી આવતા તો કેટલાક બાળકો ધામમાં દુકાન લગાવે છે. બાગેશ્વર ધામના પ્રમુખ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના ચમત્કારવાળા દાવાઓ અને વિવાદિત નિવેદનોને લઇને ચર્ચામાં છે. તેઓ માત્ર 26 વર્ષના છે અને તેમમાં લાખો ભક્ત છે. તેમની સામે મોટા-મોટા VIP, નેતા-મંત્રી પણ માથું ઝુકાવતા નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp