ભારતીયો કરતા 8 વર્ષ વધારે જીવે છે ચીની લોકો, જાણીએ કેવી રીતે પાછળ રહ્યું ભારત

PC: cgtn.com

ભારત અને ચીન બંને સૌથી વધારે વસ્તી ધરાવતા દેશ છે. આ બંને દેશોમાં દુનિયાની લગભગ 40 ટકા વસ્તી રહે છે. બંને પાડોશી પણ છે. પરંતુ, આ બંને દેશોમાં રહેવાવાળા લોકોની સરેરાશ ઉંમરમાં 8 વર્ષથી વધારે અંતર છે. ચીનના લોકો જ્યાં 77 વર્ષથી પણ વધારે જીવે છે. તો બીજી બાજુ ભારતીય લોકોની સરેરાશ ઉંમર 70 વર્ષથી પણ ઓછી છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશન (NHC)એ મંગળવારે લાઈફ એક્સપેક્ટેન્સી એટલે કે જીવન અપેક્ષાનો આંકડો આપ્યો હતો. જીવન અપેક્ષાથી ખબર પડે છે કે તે દેશના લોકોની સરેરાશ ઉંમર કેટલી હશે? એટલે કે, કોઈ વ્યક્તિ કેટલું લાંબુ જીવન જીવી શકે છે?

NHC દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર ચીની નાગરિકોની ઉંમર વધીને 77.9 થઇ ગઈ છે. એટલે કે ત્યાંના લોકો સરેરાશ 77 વર્ષ 9 મહિના જીવે છે. 1949માં જયારે ત્યાં કમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન શરુ થયું હતું, ત્યારે ચીનના લોકોની સરેરાશ ઉંમર 35 વર્ષ હતી. ત્યાં, ભારત જયારે આઝાદ થયો હતો તો અહીંયાના લોકોની સરેરાશ ઉંમર 32 વર્ષ હતી. હાલમાં જ સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું કે ભારતીયોની સરેરાશ ઉંમર વધીને 69.7 વર્ષ થઇ ગઈ છે. તેથી, ચીનના લોકો ભારતીયોથી લગભગ 8 વર્ષ વધારે જીવે છે.

NHCમાં પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર માઓ કુનાને સ્થાનીય મીડિયાને જણાવ્યું કે ચીનના લોકોમાં સ્વાસ્થ્યને લઈને જાણકારી વધી રહી છે, તેઓ સારો આહાર લઇ રહ્યા છે, ફિટનેસ પ્રોગ્રામમાં હિસ્સો પણ લઇ રહ્યાં છે અને સાથે જ મેન્ટલ હેલ્થ પર પણ ધ્યાન આપી રહ્યા છે.

માઓએ દાવો કર્યો છે કે ચીની નાગરિકોમાં આરોગ્ય સાક્ષરતા સ્તર વધીને 25.4% થઇ ગયું છે. તેને દાવો કર્યો છે કે હૃદય અને મગજ સાથે જોડાયેલી બીમારીઓ, કેન્સર અને ડાયાબિટીઝ જેવી બીમારીઓને નિયંત્રિત કરવામાં આવ્યું છે.

માઓએ દાવો કર્યો છે કે 2020માં 37.2% વસ્તીને નિયમિત રૂપે શારીરિક કસરતમાં ભાગ લીધો હતો. આ આંકડા 2014ની તુલનામાં 3% વધારે છે. એના સિવાય 2022માં રાષ્ટ્રીય શારીરિક ફિટનેસ ટેસ્ટનો પાસિંગ રેટ પણ 90.4% સુધી આવી ગયો છે.

ચીની સરકાર સાથે જોડાયેલ અધિકારી ગાઓ યુઆંયીએ પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે ચીનમાં કસરતની સુવિધા પહેલાથી વધારે થઇ ગઈ છે. એક વ્યક્તિની પાસે કસરત કરવા માટે લગભગ અઢી ચોરસ મીટર જગ્યા છે.

ચીને 2025 સુધી સરેરાશ ઉંમરને 78.3 વર્ષ સુધી પહોંચાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. એ હેઠળ 2025 સુધી વૃદ્ધો માટે નર્સિંગ હોમમાં 1 કરોડ બેડ બનાવવામાં આવશે. 2025 સુધી બધા જ શહેરી વિસ્તારો અને રેસિડેન્સીઅલ કમ્યુનિટીઝમાં વૃદ્ધો માટે સ્વાસ્થ્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે જ 95% વૃદ્ધોના લાઈફ ઇન્સ્યોરન્સ પણ કરવામાં આવશે. એ બધા સિવાય દરેક વ્યક્તિ માટે સ્પોર્ટ્સની સુવિધા માટે 2.6 ચોરસ મીટરની જગ્યા આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ડૉકટરોની અછત: ભારતની જેટલી વસ્તી છે, તે મુજબ એટલા ડૉક્ટરો નથી. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં દરેક 10 હજાર લોકો પાસે 11.7 ડૉક્ટરો છે. જ્યારે વર્લ્ડ બેન્કનો આંકડો જણાવે છે કે ચીનમાં દરેક 10 હજાર વસ્તીએ 22થી વધારે ડૉક્ટરો છે.

સ્વાસ્થ્ય સુવિધાઓ સુધી પહોંચ નથી: 2018માં આવેલ સાઇન્સ જર્નલ લાન્સેટનો એક અભ્યાસ જણાવે છે કે ભારતમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સરળ પહોંચ નથી. લાન્સેટે હેલ્થકેર એક્સેસ એન્ડ ક્વોલિટી ઇન્ડેક્સમાં 195 દેશોના યાદીમાં ભારતને 145માં નંબર પર રાખવામાં આવ્યો છે, જયારે ચીન 48માં નંબર પર હતો. આ યાદીમાં ભારત શ્રીલંકા (71), બાંગ્લાદેશ (133) અને ભૂટાન (134)થી પણ પાછળ હતો.

સ્વાસ્થ્ય પર ખર્ચો: ભારતમાં સ્વાસ્થ્ય પર થતો સરકારી ખર્ચો પણ ઘણો ઓછો છે. ભારતમાં સ્વાસ્થ્યમાં GDPનો ખર્ચ 2.1% થાય છે, જયારે ચીન 7%થી વધારે ખર્ચ કરે છે. નેશનલ હેલ્થ પ્રોફાઈલ 2020 અનુસાર, 2017-18માં દેશમાં દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર આખા વર્ષમાં થતો સરકારી ખર્ચો માત્ર 1,657 રુપિયાનો હતો. એટલે કે દરેક દિવસે 5 રુપિયાથી પણ ઓછો.

આળસપણું: ચીની લોકોની તુલનાએ ભારતીય વધારે આળસુ હોય છે. 2017માં સ્ટાઇનફોર્ડ યુનિવર્સીટીના એક અભ્યાસ મુજબ, ભારતીય દરેક દિવસ સરેરાશ 4,297 પગલાં ચાલે છે. જ્યારે ચીનના લોકો દિવસ દરમિયાન 6,880 પગલાં ચાલે છે. વધારે લાંબા સમય સુધી બેસી રહેવું અથવા ઓછું ચાલવાથી હૃદય સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો વધી જાય છે. જેનાથી સમય કરતા પહેલા મોત થઇ જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp