ચીની ફોનનો ન ઉપયોગ કરો, સૈનિકો-તેના પરિવારજનોને ઇન્ટેલિજેન્સ એજન્સીઓએ ચેતાવણી

PC: economictimes.indiatimes.com

લાઇન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચીન સાથે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે રક્ષા ઇન્ટેલિજેન્સ એજન્સીએ મોટું એલર્ટ જાહેર કર્યું છે. એજન્સીઓએ એ સુનિશ્ચિત કરવાની સલાહ આપી છે કે સૈનિક ચીની મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા ન હોય. રક્ષા ઇન્ટેલિજેન્સ એજન્સીઓ તરફથી જાહેર કરવામાં આવેલી એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે, અલગ અલગ રૂપો અને ચેનલોના માધ્યમથી પોતાના કર્મચારીઓને આ પ્રકારના (ચીની) મોબાઈલ ફોનન ઉપકરણો પ્રત્યે સાવધાની રાખવા માટે સંવેદનશીલ બનવું પડશે.

ANI તરફથી એક્સેસ કરવામાં આવેલી એડવાઇઝરી મુજબ, સૈન્ય જાસૂસી એજન્સીઓએ સૈનિકો અને તેમના પરિવારજનોને ભારતના શત્રુપૂર્ણ દેશો પાસેથી ફોન ખરીદવા કે ઉપયોગ કરવાથી હતોત્સાહિત કરવાની જરૂરિયાત બતાવી છે. જાણકારોએ બતાવ્યું કે, એ એડવાઇઝરી એટલે જાહેર કરવામાં આવી કેમ કે એવા કેસ સામે આવ્યા છે, જેમાં એજન્સીઓ દ્વારા ચીની મૂળના મોબાઈલ ફોનમાં મેલવેર અને સ્પાઇવેર જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારતના બજારોમાં ઉપલબ્ધ ચીની મોબાઈલ ફોન વીવો, ઓપ્પો, શાઓમી, વન પ્લસ, ઓનર, રિયલ મી. ZTE, જિયોની, આસુસ અને ઇનફિનિક્સ સામેલ છે.

આ અગાઉ પણ જાસૂસી એજન્સીઓ ચીની મોબાઈલ ફોન એપ્લિકેશન વિરુદ્ધ ખૂબ એક્ટિવ રહી છે. એવા ઘણા શંકાસ્પદ એપ્લિકેશન સૈન્ય કર્મીઓના ફોનમાંથી હટાવવામાં પણ આવી છે. એટલું જ નહીં, રક્ષા બળોએ પોતાની ડિવાઈસો પર ચીની મોબાઈલ ફોન અને એપ્લિકેશનનો ઉપયોગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. હવે ગુપ્તચર એજન્સીઓ તરફથી સૈન્યકર્મીઓના પરિવારજનોના મોબાઈલ ફોનને લઈને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે.

ભારત અને ચીન વચ્ચે માર્ચ 2020થી બોર્ડર પર સૈન્ય ગતિરોધમાં લાગ્યા છે. પૂર્વી લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી LAC પર એક-બીજા વિરુદ્ધ ભારે સંખ્યામાં ટીમોની તૈનાતી કરવામાં આવી છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનોંગ ઇરિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશમાં ચીન નિર્મિત CCTV કેમેરા પર પ્રતિબંધ લગાવવાની અપીલ કરી છે. પાસીઘાટ પશ્ચિમના ધારાસભ્યએ તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ચિઠ્ઠી લખી છે.

આ ચિઠ્ઠીમાં તેમણે પોતાના ઘરોમાં ચીની CCTV કેમેરાનો ઉપયોગ ન કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન શરૂ કરવાનું સૂચન આપ્યું છે. ધારાસભ્યએ કહ્યું કે, જરૂરિયાતના હિસાબે CCTV ડેટા સુરક્ષિત રાખવા માટે રાખવા સ્વદેશી ક્લાઉડ આધારિત સર્વર શરૂ કરવા પર વિચાર કરી શકે છે. મીડિયામાં આવેલા સમાચારોનો સંદર્ભ આપતા કહ્યું કે, દેશમાં ઉપયોગ કરવામાં આવી રહેલા ચીન નિર્મિત CCTV કેમેરા બીજિંગ દ્વારા આંખ અને કાનના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp