હનીટ્રેપમાં ફસાયો સાઉદી અરબમાં રહેતો સેઠારામ, હેરાન થઈને ઉઠાવ્યું ભયાનક પગલું
રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદાર શહેર તહસીલના ગામ ભાઉવાલાના એક વ્યક્તિએ સાઉદી અરેબિયામાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. હનીટ્રેપનો ભોગ બનેલા આ વ્યક્તિએ અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને એટલો ટૉર્ચર કરવામાં આવ્યો કે તેણે મોતને વ્હાલું કરી દીધું. મૃતક સેઠારામ પોતાના ગામથી સાઉદી અરેબિયા ખાતે મજૂરી માટે ગયો હતો. જ્યાં હરિયાણાની એક યુવતીએ તેને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ જાળમાં ફસાવ્યો અને તેના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને પૈસા પડાવવાનું શરૂ કર્યું. હવે તે વ્યક્તિ પાસે આપવા માટે કંઈ પણ નહીં રહ્યું તો યુવતીએ તેને એટલો ટૉર્ચર કર્યો કે આખરે બ્લેકમેલથી પરેશાન વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી.
પત્નીની હાલત થઈ કફોડી
હવે મૃતકની પત્ની તેના બે બાળકો અને પરિવાર સાથે ન્યાય માટે સંઘર્ષ કરી રહી છે. બ્લેકમેલર યુવતી ક્યાંક બીજા વ્યક્તીને પોતાની જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરી રહી હશે. મૃતકની પત્નીનું ક્યાંય સાંભળવા નથી આવી રહ્યું. પોલીસ સ્ટેશન જવા પર આ ઘટનાનાની ફરિયાદ લેવામાં નથી આવી રહી. આખરે તે તેના પરિવારના સભ્યો સાથે S.P.ઓફિસ પહોંચી જ્યાં તેણે આરોપી યુવતી વિરુદ્ધ કેસ નોંધવાની વિનંતી કરી. S.P ઓફિસે પહોંચેલા મૃતકના પરિજનોએ જણાવ્યું કે, ભાઉવાલા ગામનો સેઠારામ છેલ્લા 7-8 વર્ષથી સાઉદી અરેબિયામાં મજૂરી કરતો હતો. થોડા દિવસો પહેલા ત્યાંથી સોશિયલ મીડિયાના માધ્યમથી હરિયાણા રાજ્યના ગામ હરોડીની સોનુ ઉર્ફે સંતોષ તેના સંપર્કમાં આવી.
પ્રેમજાળમાં ફસાવીને કર્યો બ્લેકમેલ
સોનુએ સેઠા રામને સોશિયલ મીડિયા દ્વારા જ પોતાના પ્રેમની જાળમાં ફસાવી લીધો. આ યુવતી તેની સાથે ગંદી-ગંદી વાતો કરવા લાગી અને પૈસા પડાવવાનું શરૂ કર્યું. આ દરમિયાન આરોપી યુવતી સોનુએ સેઠારામના અશ્લીલ ફોટા અને વીડિયો પણ બનાવી લીધા. જેના આધારે તે સેઠારામને બ્લેકમેલ કરવા લાગી. હવે સેઠારામ પોતાની કમાણી સોનુને મોકલી આપતો હતો. પૈસા નહીં આપવા પર યુવતી દ્વારા સેઠારામને તેના અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું. સેઠારામ જ્યારે તેને પૈસા આપવા માટે ના કહી દીધું તો તે યુવતીએ સેઠારામને ટૉર્ચર કરવાનું શરૂ કરી દીધું. જેનાથી હેરાન થઈને સેઠારામે સાઉદી અરેબિયામાં 11 એપ્રિલના રોજ ફાંસો ખાઈને જીવન ટુકાવી લીધું, જેનો મૃતદેહ 21 જૂનના રોજ તેના ગામ ભાઉવાલા પહોંચ્યો હતો.
પત્ની અને પરિવારને જ્યારે સેઠારામના મોબાઈલ દ્વારા આ સમગ્ર ઘટનાની જાણ થઈ તો તેઓ ભાનીપુરા પોલીસ સ્ટેશન પણ ગયા હતા. પરંતુ પોલીસે કેસ નોંધવાનું પણ ના કહી દીધું. ત્યાર પછી સેઠારામના પરિવારજનો ચુરુ ખાતે S.Pની ઓફિસે પહોંચ્યા. જ્યાં તેઓએ S.P દિગંત આનંદ પાસે ન્યાયની અપીલ કરી હતી. મૃતકની અભણ પત્ની બસ એટલું જ ઇચ્છે છે કે તેના પતિને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનારી સોનુ અને તેની ગેંગ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી કોઈ બીજું તેનો શિકાર નહીં બને.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp